fbpx
ગુજરાત

ફાજલપુર ગામ પાસે રોડ ક્રોસ કરવા જતા અજાણ્યા વાહનના ટક્કર મારતા બે લોકોનાં મોત થયા, પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

વાસદ નજીક ફાજલપુર ગામ પાસે રોડની સાઇડ પર ટેમ્પો પાર્ક કરીને રોડ ઓળંગી સામે જમવા જતા ડ્રાઇવર અને કંડક્ટરને અજાણ્યા વાહને ટક્કર મારતા બંનેના મોત નિપજ્યા હતા. જે અંગે નંદેસરી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ગુંડા ગામે રહેતો લાલજીભાઇ રાઘવભાઇ મકવાણા ( ઉં.વ.૩૪) શ્રી રાજ ચામુંડા રોડવેઝમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.

ગઇકાલે આઇશર ટેમ્પો લઇને તે ક્લિનર ભરત બુધાભાઇ બાવળીયા ( રહે. ગુંદાલા ગામ, તા.વિસીયા, જિ.રાજકોટ) સાથે  નીકળ્યો હતો. મોરબીની અજંતા કંપનીમાંથી ઘડિયાળો ભરીને સુરત તથા નવસારી ડિલીવરી માટે જવા તે નીકળ્યો હતો. નેશનલ હાઇવે ૮ પર વાસદ નજીક ફાજલુપર ગામના નાકા પાસે ટ્રક પાર્ક કરીને ડ્રાઇવર અને ક્લિનર રોડ ક્રોસ કરીને જમવા માટે સામે જતા હતા. તે સમયે અજાણ્યા વાહને તેઓને અડફેટે લેતા ભરત બાવળીયાનું સ્થળ પર જ  કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે લાલજીભાઇને માથામાં ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું પણ ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. નંદેસરી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts