ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા શહેરની ત્રણ હોસ્પિટલોમાં યોજાઈ મોકડ્રીલ
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે શહેરની ૩ હોસ્પિટલમાં વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજાેગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવકાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.
શહેરમાં ૩ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં પ્રભુકૃપા હોસ્પિટલ, જ્યુબેલી બાગ, દેવશ્ય હોસ્પિટલ, પટેલ વાડી પાછળ, રણછોડનગર અને સાર્થક હોસ્પિટલ અને આઈ.સી.યુ. રાજનગર ચોક પાસેની હોસ્પિટલ ખાતે ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી.
મોકડ્રીલની કામગીરી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની આદેશ મુજબ કરવામાં આવી હતી. જેમાં ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર ડે.ફાયર ઓફિસર બી.જે.ઠેબાના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટેશન ઓફિસર અને તમામ ફાયર શાખાના સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી.
Recent Comments