વિડિયો ગેલેરી

ફાર્મસિસ્ટોએ નિ: ક્ષય મિત્ર તરીકે ટીબીના ૧૩૬ દર્દીઓને ન્યુટ્રીશન કીટનું વિતરણ કર્યું

અમરેલી જિલ્લા પંચાયત ખાતે તા.૨૫ સપ્ટેમ્બર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ‘સ્વાસ્થ્ય વિશે વિચારો, ફાર્માસિસ્ટ વિશે વિચારો’ થીમ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.બી પંડ્યા, અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.આર .એમ જોશીના માર્ગદર્શન હેઠળ અને અમરેલી જિલ્લા પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશનના સહયોગથી જિલ્લાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ફાર્માસિસ્ટ દ્વારા દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરથી નિ:ક્ષય મિત્ર તરીકે ટીબીના દર્દીઓને કુલ મળીને ૧૩૬ જેટલી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે, આરોગ્ય ક્ષેત્રમાં ફાર્માસિસ્ટના નોંધપાત્ર યોગદાનને માન્યતા આપવા માટે દર વર્ષે તારીખ ૨૫ સપ્ટેમ્બર ના રોજ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ઉજવવામાં આવે છે. આ વખતની થીમ ‘સ્વાસ્થ્ય વિશે વિચારો, ફાર્માસિસ્ટ વિશે વિચારો’ હતી, જે સ્વસ્થ સમુદાયોના નિર્માણમાં ફાર્માસિસ્ટની ભૂમિકા પર ભાર મૂકે છે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી, જિલ્લા ટીબી અધિકારીશ્રી, જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસરશ્રી, જિલ્લા સર્વેલન્સ ઓફિસરશ્રી, વહીવટી અધિકારીશ્રી તથા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ડો.આર.એમ. જોષીની યાદીમાં જણાવ્યું છે.

Related Posts