ફાર્માસિસ્ટ યુવતીને વિધિના બહાને હોટલમાં બોલાવી ભૂવાએ દુષ્કર્મ આચર્યું
ઘરના કંકાસ ક્યારેક પતિ-પત્ની વચ્ચે અંતર ઊભું કરી દે છે. એવામાં કેટલાક લોકો આ સ્થિતિનો લાભ લેવા માટે તકની રાહ જાેઈને બેઠા હોય તેમ એક ચોંકાવનારો કિસ્સા અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. જેમાં એક સારા ઘરની ભણેલી ગણેલી પરિણીતા પોતાના પતિ સાથેના ઘરેલું કંકાશને ખતમ કરવા જતા એક તાંત્રિકના સંપર્કમાં આવી હતી. આ તાંત્રિકે તેને વિધિ કરવાનું કહીને પોતાની જાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવવાની સાથે તેને ફોસલાવીને અંગત ફોટો-વીડિયો ઉતારી લીધા અને બ્લેકમેઈલ કરીને વારંવાર પરિણીતા સાથે શરીર સંબંધ બાંધતો હતો. જેથી તાંત્રિકના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ દવા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ અંગે હાલમાં વાડજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગતો મુજબ, અમદાવાદની નેહા (નામ બદલ્યું છે )ના લગ્ન સમાજના રીતિ-રિવાજ મુજબ આશિષ નામના યુવક સાથે થયા હતા. નેહા અને આશિષના લગ્ન બાદ તેમની વચ્ચે નાની-નાની બાબતે ઝઘડા થવા લાગ્યા. આ વિવાદ વધતા નેહા રિસાઈને પિયર આવી ગઈ હતી. પિયરમાં મોટી બહેન અને અન્ય લોકોએ નેહાને કહ્યું કે, “તારા અને આશિષ વચ્ચે જે વિવાદ છે તે માટે અમે એક ભૂવાને ઓળખીએ છીએ, તું એને મળ તો તારા દરેક પ્રશ્ન હલ થઈ જશે.
લગ્ન સંબંધમાં ખરાબ સ્થિતિમાં હોવાના કારણે નેહા પણ માનસિક તણાવમાં રહેતી હતી, ઉપરાંત તે ફાર્મસિસ્ટ તરીકે નોકરી પણ કરતી હતી. એવામાં એક દિવસ નેહા તેમના સમાજના ભૂવાને મળવા ગઈ હતી. ત્યાં ભૂવાએ વિધિ કરવાનું કહ્યું અને નેહાનો મોબાઈલ નંબર લઈ લીધો હતો. આ બાદ ભૂવો નેહા સાથે ફોન પર મીઠી-મીઠી વાતો કરવા લાગ્યો અને ધીમે ધીમે તેને પોતાની વાતમાં ફસાવી લીધી. આ દરમિયાન નેહાને લઈને ભૂવો એક હોટલમાં લઈ ગયો અને તેને વિધિના બહાને કપડાં ઉતરાવ્યા અને તેના અંગત ફોટો અને વીડિયો લેવા લાગ્યો હતો.
Recent Comments