રાષ્ટ્રીય

ફિલિપાઈન્સમાં કપડાની ફેક્ટરીમાં આગ લાગતા ૧૬ લોકોના મોત

ફિલિપાઈન્સમાં ગુરુવારે એક મોટો અકસ્માત થયો હતો. ફિલિપાઈન્સમાં કપડાની ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં લગભગ ૧૬ લોકોના મોત થયા છે, મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર આગ બે માળની ઈમારતમાં લાગી હતી, જેનો ઉપયોગ ટી-શર્ટ પ્રિન્ટિંગ વ્યવસાયના ગોડાઉન અને મજૂરોને રહેવા માટે કરવામાં આવતો હતો. વાસ્તવમાં રાજધાની મનીલામાં એક કપડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ૧૬ લોકોના મોત થયા હતા.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ગુરુવારે લાગેલી આગમાં એક બે માળની ઈમારત સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. રિપોર્ટ અનુસાર, દુર્ઘટના વિશે માહિતી આપતા ફાયર બ્રિગેડના ચીફ માર્સેલો રગુન્ડિયાઝે કહ્યું કે આગ દરમિયાન ઓછામાં ઓછા ત્રણ લોકો બચી ગયા છે. રિપોર્ટ અનુસાર, આ આગ બિલ્ડિંગની મધ્યમાં લાગી હતી. જેના કારણે મોટાભાગના લોકો તેમાંથી બહાર આવી શક્યા નથી. કહેવામાં આવી રહ્યું છે કે ફિલિપાઈન્સમાં આગ દરમિયાન પૂર, જામ અને ખોટા એડ્રેસના કારણે ફાયર બ્રિગેડને પહોંચવામાં મોડું થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં મોટાભાગના ફેક્ટરી કામદારો હતા જેઓ ઘટના સમયે રૂમમાં સૂઈ ગયા હતા. ફાયર બ્રિગેડના અધિકારી નહુમ તરોજાએ જણાવ્યું હતું કે રૂમની બહાર કોરિડોરમાં કેટલાક લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ મૃતકોમાં ફેક્ટરીના માલિક અને તેના બાળકનો પણ સમાવેશ થાય છે. તરોજાએ જણાવ્યું કે આગને કારણે ત્રણ લોકો બે માળની ફેક્ટરીના બીજા માળેથી કૂદી પડ્યા અને ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પૂર અને જામ તેમજ ફાયર બ્રિગેડના જવાનોને આપવામાં આવેલા ખોટા સરનામાના કારણે ટીમ થોડી મોડી પહોંચી હતી.

Related Posts