fbpx
બોલિવૂડ

ફિલ્મના કલાકારો પણ અદ્દભુત રીતે પસંદ કરાયા છે :રાધિકા મદાન

અભિનેત્રી રાધિકા મદાન હાલમાં વિશાલ ભારદ્વાજની ફિલ્મ કૂત્તેમાં કામ કરી રહી છે. તેણે અગાઉ ટીવી પરદે મેરી આશિકી તુમ સે હી, ઝલક દિખલા જા જેવા શો કર્યા હતાં. પટાખા, મર્દ કો દર્દ નહિ હોતા, અંગ્રેજી મિડીયમ જેવી ફિલ્મો કરી ચુકેલી રાધિકાની સિદ્દત પણ હાલમાં જ રિલીઝ થઇ છે. હવે તે કૂત્તેમાં કામ કરી રહી છે.

તેણે કહ્યું હતું કે વિશાલ એક પરિવાર જેવા છે. તેના પુત્ર આસમાન સાથે મેં પટાખા ફિલ્મ વખતે ઘણો સમય પસાર કર્યો હતો. તેણે કૂત્તેની સ્ક્રિપ્ટ સાથે અદ્દભુત કામ કર્યુ છે. મને આશા છે કે હું તેને ન્યાય આપી શકીશ. ફિલ્મમાં અર્જૂન કપૂર, તબ્બુ, કોંકણા સેન શર્મા, નસિરૂદ્દિન શાહ, કુમુદ મિશ્રા અને શાર્દુલ ભારદ્વાજ પણ છે. વિશાલ સાથે મારી આ બીજી ફિલ્મ છે. આસમાનની નિર્દેશક તરીકે આ પહેલી ફિલ્મ છે. ફિલ્મના કલાકારો પણ અદ્દભુત રીતે પસંદ કરાયા છે. આમ છતાં મને થોડો ડર છે. આ ડર અદ્દભુત લોકો સાથે હું કેવી રીતે કામ કરી શકીશ તેનો છે.

Follow Me:

Related Posts