ફિલ્મના શૂટિંગ સાથે સંકળાયેલા અનુભવોને જાન્હવીએ એક પોસ્ટમાં શેર કર્યામારા જીવનમાં બનેલી ઘટનાઓ પણ ફિલ્મ ઉલઝ જેવી જ છે : જાન્હવી કપૂર
જાન્હવી કપૂરે આગામી ફિલ્મ ઉલઝનું શૂટિંગ પૂરું કર્યું છે. ફિલ્મના શૂટિંગ સાથે સંકળાયેલા અનુભવોને જાન્હવીએ એક પોસ્ટમાં શેર કર્યા હતા. જાન્હવીએ જણાવ્યું હતું કે, ફિલ્મની સ્ટોરી પણ સંજાેગવશાત તેના જીવનમાં બનેલી ઘટનાઓ જેવી જ છે. જાન્હવીએ સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ શેર કરીને જણાવ્યું હતું કે, હું હજુ પણ મારા સપનાની દુનિયા બનાવવા પ્રયાસ કરી રહી છું. દરેક ફિલ્મ એક લેસન જેવી હોય છે. આ ફિલ્મની સ્ટોરી અને જીવનમાં બનતી ઘટનાઓ વચ્ચે ઘણી સમાનતાઓ છે. આ ફિલ્મમાં સુહાનાની જીવન સફર સાથે જીવનમાં પણ ઘણું શીખવા મળ્યું છે.
આ ફિલ્મમાંથી મને સીખવા મળ્યું છે કે, જે વસ્તુ ગમે છે તેને પ્રેમ કરવાની સ્વયંને છૂટ આપવી જાેઈએ. બાહ્ય દબાણો અને અભિપ્રાયોના બોજથી દૂર રહીને પોતાની જાતને ઓળખવી જાેઈએ અને સાચું લાગે તે કરવું જાેઈએ. ઘાણીના ચક્કરની જેમ એક જ જગ્યાએ ઊભા રહેવાના બદલે તમારી ઈચ્છા અને ક્ષમતા મુજબ આગળ વધવું જાેઈએ અને જ્યાં સુધી તમને વિશ્વાસ હોય ત્યાં સુધી રોકાવું જાેઈએ નહીં. ફિલ્મ ઉલઝના ડાયરેક્ટર સુધાંશુ સઈરા અંગે જણાવ્યું હતું કે, તેમના કારણે તે પોતાની જાત અંગે અગાઉ ન હતી જાણતી તેની ખબર પડી છે. જાન્હવીની આ ફિલ્મ દેશભક્તિના વિષય પર બનેલી છે. દેશપ્રેમી પરિવારની જાન્હવીએ આ ફિલ્મમાં ઈન્ડિયન ફોરેન સર્વિસ ઓફિસરનો રોલ કર્યો છે. તેની સાથે ગુલશન દેવૈયા, રોશન મેથ્યુ, રાજેશ તેલંગ, મેયાંગ ચાંગ સચિન ખેડેકર મહત્ત્વની ભૂમિકામાં છે. આંતરરાષ્ટ્રીય રાજકીય અખાડામાં જાન્હવીની કરિયર અને પર્સનલ લાઈફ કઈ રીતે જાેખમમાં મૂકાય છે અને તે દેશવિરોધી તત્વોનો સામનો કઈ રીતે કરે છે તેની સ્ટોરી આ ફિલ્મમાં છે.
Recent Comments