બોલિવૂડ

ફિલ્મમાં પોતાના પાત્રને ન્યાય આપવા તાપસી પન્નુ ૧૨ કલાક સુધી આંખો પર પટ્ટી બાંધીને કામ કર્યું

તાપસીની અન્ય એક ફિલ્મ ‘વો લડકી હૈ કહાં’નું પોસ્ટર પણ રીલિઝ થઈ ચુક્યું છે. આ ફિલ્મમાં તાપસી સામે પ્રતીક ગાંધી જાેવા મળશે. ફિલ્મમાં તાપસી કૉપ લુકમાં જાેવા મળી રહી છે અને મૂવીનો પ્લોટ ખૂબ જ મજેદાર છે. આ ફિલ્મમાં પ્રતીક પોતાની ખોવાયેલી દુલ્હનને શોધશે. પોલીસ ઈન્સ્પેક્ટર બનેલી તાપસી પ્રતીકની દુલ્હન શોધવામાં તેમની મદદ કરશે. બોલિવુડ અભિનેત્રી તાપસી પન્નુ પોતાની બેક-ટુ-બેક હિટ ફિલ્મોના કારણે ચર્ચામાં છે. રશ્મિ રોકેટમાં પોતાની એક્ટિંગ દ્વારા ચાહકોનું દિલ જીત્યા બાદ તાપસીની આગામી મનોવૈજ્ઞાનિક થ્રિલર ફિલ્મ ‘બ્લર’ ચર્ચામાં છે. તાપસી ખૂબ જ ખંતપૂર્વક આ ફિલ્મના શૂટિંગમાં ધ્યાન આપી રહી છે અને તેણે પોતાના ભાગનું શૂટિંગ પૂરૂ કરી લીધું છે. તાપસીએ પોતાના પાત્રને ન્યાય આપવા માટે ૧૨ કલાક સુધી આંખો પર પટ્ટી બાંધી હતી જેને લઈ સેટ પર સૌ કોઈ તેની પ્રશંસા કરી રહ્યું હતું. જાણવા મળ્યા મુજબ તાપસી પોતાના પાત્રની ઈમોશન્સને અનુભવવા માટે દૃઢ હતી. તેણે ૧૨ કલાક સુધી આંખો પર પટ્ટી બાંધીને રહેવાનો ર્નિણય લીધો હતો. તેણે સવારના ૭ઃ૦૦ વાગ્યાથી પોતાની આંખો પર કોટનનો પટ્ટો બાંધી લીધો હતો અને તે સ્થિતિમાં જ પોતાની સંપૂર્ણ દિનચર્યાને અંજામ આપ્યો હતો. તેણે પટ્ટી હટાવ્યા વગર જ કોલનો જવાબ આપવો, ભોજન કરવું, ફિલ્મની ક્રૂ, કાસ્ટ અને ટીમ સાથે વાત કરવી વગેરે કામ કર્યા હતા. ફિલ્મ ‘બ્લર’નું પોસ્ટર રીલિઝ થયું ત્યારથી જ લોકો આ દિલચસ્પ કહાનીને લઈ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ તેના સામાજીક સંદર્ભ ઉપરાંત એક પાવર-પેક એન્ટરટેનર હોવાને લઈ ચર્ચામાં છે. બ્લર એક થ્રિલર ફિલ્મ છે અને અજય બહલે તેને ડિરેક્ટ કરી છે. તે સિવાય ઝી સ્ટુડિયોઝ, આઉટસાઈડર્સ ફિલ્મ્સ અને ઈકોલોન પ્રોડક્શન્સે મળીને તેને પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ અને ગુલશન દેવૈયા મુખ્ય ભૂમિકામાં છે.

Related Posts