બોલિવૂડમાં જ્યારે પણ ‘ખાન’ સાંભળવા મળે તો સૌથી પહેલું નામ મગજમાં શાહરુખ અને સલમાનનું જ આવે. બંનેની મિત્રતા વિશે પણ કોણ નથી જાણતું. તેમના ફેન્સ ફરી તેમને એક સાથે જાેવા માંગે છે. જાેકે, હાલમાં જ બંને એકસાથે ફિલ્મ ‘પઠાન’માં જાેવા મળ્યા હતાં. હવે એકવાર ફરી બંને એક્ટર ‘ટાઈગર ૩’માં સાથે જાેવા મળશે. ‘ટાઈગર ૩’ સલમાન ખાનની આગામી ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન કેમિયો કરતો જાેવા મળશે. બંનેને મોટા પડદા પર એકસાથે જાેવું એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નહીં હોય. જ્યારે પણ સલમાન ખાન અને શાહરૂખ ખાન મોટા પડદા પર સાથે દેખાયા છે. તે ફિલ્મે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એવામાં સલમાન અને શાહરૂખનું જબરદસ્ત એક્શન ટાઇગર ૩માં જાેવા મળશે. મળતી ખબરો અનુસાર સલમાન અને શાહરુખ ખાનના એક્શન સીન પર કરોડો રુપિયા ખર્ચવામાં આવશે. જેની કિંમત સાંભળી તમારા પણ હોશ ઉડી જશે. તમે અંદાજાે પણ નહીં લગાવી શકો કે, મેકર્સ આ ફિલ્મ પર કેટલાં કરોડ ખર્ચવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સલમાન અને શાહરૂખના એક એક્શન સીન માટે એક વિશાળ સેટ બનાવવામાં આવી રહ્યો છે, જેની કિંમત લગભગ ૩૫ કરોડ છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મનું શૂટિંગ ૮ મેથી શરૂ થશે. ટાઈગર ૩માં સલમાન ખાન સાથે કેટરીના કૈફ અને ઈમરાન હાશ્મી લીડ રોલમાં જાેવા મળશે. આ ફિલ્મ દિવાળીના અવસર પર રિલીઝ થશે. સલમાન અને શાહરૂખના ફેન્સ માટે આ દિવાળી ખૂબ જ ખાસ રહેવાની છે.
ફિલ્મમાં સલમાન અને શાહરુખને સાથે લાવવા મેકર્સે ખર્ચ્યા આટલા કરોડ રૂપિયા

Recent Comments