fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘આદિપુરુષ’ વિવાદમાં અજય દેવગણ પણ ફસાયો?…

પ્રભાસ, સેઅફ અલી ખાન અને ક્રિતી સેનોન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર રિલીઝ થવાની સાથે જ વિવાદ શરુ થયો છે. વિવાદની સાથે છેલ્લા કેટલાક મહિનાથી આ ફિલ્મની આતુરતાથી રાહ જાેઈ રહેલા સમર્થકો પણ નારાજ થયા છે કારણકે ફિલ્મ પાસેથી જે મોટી-મોટી અપેક્ષાઓ હતી તે ઠગારી નીવડી છે. ફિલ્મના વીએફએક્સ અને  ગ્રાફિક્સ ઈમેજ પર સવાલ ઉઠી રહ્યા છે અને તેના માટે ડિરેક્ટરના વિઝન સહિત વીએફએક્સની લો ક્વોલિટીને જવાબદાર ગણવામાં આવી રહી છે. આ સાથે જ, એક અફવા એવી પણ શરુ થઈ હતી કે, આ ફિલ્મનું વીએફએક્સ અને ગ્રાફિક્સ ડિઝાઈનિંગનું કામ અજય દેવગણની કંપની દ્ગરૂ વીએફએક્સવાલા દ્વારા કરવામાં આવ્યું છે. અજય દેવગણના નામ પર અને અજય દેવગણની કંપની પર ‘આદિપુરુષ’ ના બકવાસ ગણાવાઈ રહેલા ટીઝર માટે માછલાં ધોવાતાં, કંપનીએ સામે આવીને સ્પષ્ટતા કરવી પડી હતી .

આ ફિલ્મ સાથે તેમની કંપની જાેડાયેલી નથી તેવા સ્ટેટમેન્ટ સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ‘આદિપુરુષ’માં જે પ્રકારે ભગવાન રામ, સીતાજી , રાવણ અને હનુમાનજીની સાથે વાનરસેનાનું ચિત્રણ કરવામાં આવ્યું છે તેનાથી દર્શકો નારાજ છે. સોશિયલ મીડિયા પર ઓડિયન્સની ભાવના જાેઈને મેકર્સ અસમંજસમાં છે ત્યારે આ ફિલ્મના વિવાદમાં હવે, પોલિટિકલ સૂર પણ પૂરાયો છે. હનુમાનજીને લેધરના કપડાંમાં દર્શાવવામાં આવતા મધ્યપ્રદેશના નેતા ગિન્નાયા છે અને તેમણે ફિલ્મમાંથી આવા વાંધાજનક દૃશયો દૂર કરવાનું કહ્યું છે અને જાે તેમ નહીં  કરવામાં આવે તો, ફિલ્મ સામે હિન્દુ લાગણીને ઠેસ પહોંચાડવાનો કેસ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

Follow Me:

Related Posts