કરણ જાેહરે બનાવેલી રણબીર કપૂરની ફિલ્મ બ્રહ્માસ્ત્રઃ પાર્ટ ૧-શિવાને બૉયકોટ ટ્રેન્ડની વચ્ચે પણ હિટ કેટેગરીમાં સ્થાન મેળવ્યુ હતું. રણબીરનો આગામી પ્રોજેક્ટ ‘એનિમલ’ છે. રશ્મિકા મંદાના સાથેની આ ફિલ્મને પાન ઈન્ડિયા રિલીઝ કરવાની જાહેરાત અગાઉથી થઈ ચૂકી છે. જાે કે હવે પ્રોડ્યુસર ભુષણ કુમારે તેને પાન વર્લ્ડ ફિલ્મ તરીકે રિલીઝ કરવાનો ઈરાદો જાહેર કર્યો છે. બાહુબલિના આગમન બાદ કેજીએફ, પુષ્પા, ઇઇઇ જેવી સાઉથની ફિલ્મોએ દેશભરમાં સફળતા મેળવી હતી. પાછલા ચારેક વર્ષથી બોલિવૂડની ફિલ્મોએ હિન્દી ડબિંગ અને પાન ઈન્ડિયા રિલીઝ દ્વારા હિન્દી ઓડિયન્સને પણ પ્રભાવિત કર્યું છે.
સાઉથની ઈન્ડસ્ટ્રીએ પાન ઈન્ડિયા રિલીઝની પસંદગી વધારતાં બોલિવૂડે હવે પાન વર્લ્ડ રિલીઝનો અખતરો અજમાવવાની શરૂઆત કરી છે. ભુષણ કુમારનું માનવું છે કે, એનિમલ ફિલ્મમાં સંપૂર્ણ એન્ટરટેઈનમેન્ટ છે. ડ્રામા, સ્ટોરી, એક્શન અને ઈમોશનથી ભરપૂર આ ફિલ્મમાં રણબીર કપૂર, અનિલ કપૂર, બોબી દેઓલ જેવા સ્ટાર્સનું ગજબનું પરફોર્મન્સ છે. ફિલ્મના ટીઝરને આ મહિને રણબીરના બર્થ ડે પર રિલીઝ કરવાનો પ્લાન છે. ફિલ્મની રિલીઝ તો હજુ ડિસેમ્બરમાં થવાની છે, પણ પ્રમોશન મોટા પાયે કરવામાં આવશે. બ્રહ્માસ્ત્ર બાદ રણબીરની રોમેન્ટિક ફિલ્મ તુ જૂઠી મૈં મક્કાર આવી હતી. રણબીરની બ્રહ્માસ્ત્રને પાન ઈન્ડિયા ફિલ્મ તરીકે પ્રોજેક્ટ કરવામાં પ્રોડ્યુસર કરણ જાેહરને પુષ્કળ મહેનત કરવી પડી હતી. રણબીર કપૂરની આગામી ફિલ્મ એનિમલને પાન વર્લ્ડ રિલીઝ કરવાનો ઈદારો જાહેર કરીને ભુષણ કુમારે હોલિવૂડ સાથે સીધી ટક્કર લેવાની વાત કરી છે. ભારતીય ફિલ્મો માટે આ નવી શરૂઆત આગામી સમયમાં કેવો રંગ લાવે છે તે જાેવું રહ્યું.
Recent Comments