બોલિવૂડ

ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ને ૨૫ વર્ષ પૂર્ણ થયાના ખુશીમાં કરણ જાેહરે ઈવેન્ટનું આયોજન કર્યુંઈવેન્ટમાં ફેન્સે સલમાન ખાનનું નામ યાદ કરતા શાહરૂખ ખાને ખાસ અંદાજથી જવાબ આપ્યો

બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન તેની ફિલ્મો પઠાણ અને જવાનને લઈને સતત ચર્ચામાં છે. પઠાણે શાહરૂખ ખાનના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ આપી હતી. જવાન ફિલ્મે ઈતિહાસ રચ્યો. શાહરૂખ ખાને પોતાના કરિયરમાં ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું છે. તેના કરિયરની શરૂઆતની ફિલ્મોને અવગણી શકાય તેમ નથી. એટલું જ નહીં જ્યારે જ્યારે પણ શાહરૂખ ખાનને સલમાન ખાનનો સપોર્ટ મળ્યો છે, ત્યારે તેની ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે. આ દરમિયાન શાહરૂખ ખાન, કાજાેલ અને રાનીની ફિલ્મ કુછ કુછ હોતા હૈને ૨૫ વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મમાં સલમાન ખાનનો પણ સ્પેશિયલ રોલ હતો.

સલમાને અંજલિના મિત્ર અમનનો રોલ કરીને ફેન્સના દિલ જીતી લીધા હતા. ભલે ભાઈજાનનો રોલ વધારે ન હતો, પરંતુ તેના રોલે લોકોના દિલ પર તેની અલગ છાપ છોડી દીધી.. ફિલ્મના ૨૫ વર્ષ પૂરા થવા પર એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં શાહરૂખ ખાન અને રાની મુખર્જીએ ફિલ્મની ઈવેન્ટમાં ભાગ લીધો હતો અને ફિલ્મને લઈને વાત પણ કરી હતી. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન ફિલ્મની સ્ટાર કાસ્ટને લઈને ફિલ્મમેકર્સ અને ફિલ્મ સાથે જાેડાયેલા લોકોનો આભાર માનતો જાેવા મળી રહ્યો છે. સામે ઉભેલા ફેન્સ તેને સલમાન ખાનનું નામ યાદ કરાવે છે. જેના પર શાહરૂખ કહે છે કે તે ઈન્ટરવલ પછી આવશે. હજુ સુધી ઈન્ટરવલ સુધી મારી સ્પીચ થઈ નથી. શાહરૂખે ખૂબ જ ફની અંદાજમાં આ જવાબ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન, કાજાેલ, રાની મુખર્જી અને સલમાન ખાન સાથે કુછ કુછ હોતા હૈ ફિલ્મમેકર કરણ જાેહરની ડાયરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આજે પણ દર્શકો આ ફિલ્મને ખૂબ જ ઉત્સાહથી જાેવાનું પસંદ કરે છે. થિયેટરોમાં પણ આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે.

Related Posts