બોલિવૂડ

ફિલ્મ ‘ગણપત’ના પ્રમોશન માટે ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થયું

ટાઈગર શ્રોફની બિગ બજેટ ફિલ્મ ગણપત-એ હીરો ઈઝ બોર્ન આ મહિને રિલીઝ થઈ રહ્યો છે. આ ફિલ્મમાં ટાઈગરની સાથે લીડ રોલમાં ક્રિતિ સેનન છે. ટાઈગર અને ક્રિતિએ ૨૦૧૪ના વર્ષમાં હીરોપંતિ ફિલ્મથી કરિયર શરૂ કરી હતી. ૨૦૨૨માં હીરોપંતિની સીક્વલ આવી હતી, પરંતુ તેમાં ક્રિતિના બદલે તારા સુતરિયાનો લીડ રોલ હતો. ટાઈગર અને ક્રિતિની ફિલ્મ નવ વર્ષ બાદ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પ્રમોશન માટે તેનું પહેલું રોમેન્ટિક ગીત રિલીઝ થયું હતું, જેમાં ટાઈગર અને ક્રિતિની કેમેસ્ટ્રી રંગ જમાવી રહી છે. ટાઈગર અને ક્રિતિની ફિલ્મ ૨૦ ઓક્ટોબરે દશેરા પર રિલીઝ થઈ રહી છે.

ગણપત- એ હીરો ઈઝ બોર્નના પ્રમોશન માટે તેનું પહેલું ટ્રેક સોશિયલ મીડિયા પર શેર થયું હતું. હમ આયે હૈં ગીતમાં ટાઈગર અને ક્રિતિના સ્ટેપ્સ રંગ જમાવી રહ્યા છે. પાર્ટી સોન્ગ તરીકે ઝડપથી લોકપ્રિય થવાની ક્ષમતા ધરાવતા આ ગીતમાં ટાઈગર-ક્રિતિના ફાસ્ટ સ્ટેપ્સને હજારો લાઈક્સ મળ્યા છે. ગણપતને હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે. સ્પોર્ટ્‌સ એક્શન ફિલ્મ ગણપતમાં અમિતાભ બચ્ચન પણ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મના ટીઝર બાદ પહેલું ટ્રેક શેર થયું છે. ટીઝરનો ડાયલોગ ‘જબ અપનો પર બાત આતી હૈ, તબ અપન કી હટ જાતી હૈ’ જાણીતો બની રહ્યો છે. અમિતાભ બચ્ચનના કેરેક્ટરે પણ ઉત્સુકતા ઊભી કરી છે. આમ, ફિલ્મના શરૂઆતના પ્રમોશને ઓડિયન્સને ઈમ્પ્રેસ કર્યા બાદ હવે નિર્ણાયક તબક્કો શરૂ થઈ રહ્યો છે.

Related Posts