fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘ગદર ૨’ને રિલીઝ બાદ પહેલી વખત ૧૦ કરોડથી ઓછું કલેક્શન મળ્યું, કારણ આ ફિલ્મ

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ગદર ૨ માટેનો ઉત્સાહ ધીમો પડી રહ્યો છે. રિલીઝના બે વીકમાં ગદર ૨ને રૂ.૪૧૯ કરોડનું કલેક્શન મળ્યું છે. અત્યાર સુધી ગદર ૨ની સીધી ટક્કર ઓહ માય ગોડ ૨ સાથે હતી, પરંતુ આ શુક્રવારથી ડ્રીમ ગર્લ ૨ પણ મેદાનમાં આવી છે. સની દેઓલની બ્લોકબસ્ટર ફિલ્મની સામે બાથ ભીડવાની તૈયારી સાથે આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ બોક્સઓફિસ પર જાેર લગાવી રહી છે. સની દેઓલની ગદર ૨નો ત્રીજા વીકમાં પ્રવેશ થયો છે અને આ સાથે તેનું કલેક્શન પણ ધીમું પડી રહ્યું છે. ૧૧ ઓગસ્ટે ઓપનિંગ ડે પર રૂ.૪૦ કરોડના કલેક્શન બાદ સતત ૧૩ દિવસ સુધી સની દેઓલની ફિલ્મે રૂ.૧૦ કરોડથી વધુનું કલેક્શન મેળવ્યું હતું. ગુરુવારે ૧૪મા દિવસે ગદર ૨ની ઈનકમ સીધી રૂ.૮.૨૦ કરોડ થઈ હતી. આ ફિલ્મે શુક્રવાર સુધીમાં રૂ.૪૧૮.૯૦ કરોડનું કલેક્શન હાસલ કરી લીધું છે, પરંતુ ત્રીજું વીક પડકારજનક લાગી રહ્યું છે.

૧૫મી ઓગસ્ટે ગદર ૨ને રૂ.૫૫.૪ કરોડનું કલેક્શન મળ્યું હતું. તે સમયે ડ્રીમ ગર્લ ૨ને રિલીઝ કરવામાં જાેખમ જણાઈ રહ્યું હતું. જાે કે ડ્રીમ ગર્લની રિલીઝ સાથે જ ગદર ૨ માટેની ઉત્સુકતા ઘટી રહી છે. ઓપનિંગ ડે પર ડ્રીમ ગર્લ ૨ને રૂ.૯.૫૦ કરોડનું કલેક્શન મળવાનો અંદાજ છે. તેની સરખામણીએ ગદર ૨ની ઈનકમ રૂ.૯ કરોડથી ઓછી રહેવાની શક્યતા છે. આમ, રિલીઝના પહેલા દિવસે જ આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મે ગદર ૨ કરતાં વધુ સારું પરફોર્મ કર્યું છે. ડ્રીમ ગર્લ ૨માં આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની જાેડીના વખાણ થઈ રહ્યાં છે. ગદરની જેમ આ ફિલ્મને પણ માઉથ પબ્લિસિટીનો સપોર્ટ મળે તો વીકેન્ડ વધારે સારું રહી શકે છે. વીકેન્ડનો ટ્રેન્ડ ગદર ૨ને લાભ કરાવે છે કે ડ્રીમ ગર્લ ૨ને, તે અંગેનો અંદાજ લગાવવાનું અઘરું છે. જાે કે હાલની સ્થિતિને જાેતાં ગદર ૨ માટે પઠાણનો રેકોર્ડ તોડવાનું અઘરું જણાય છે. ડોમેસ્ટિક માર્કેટમાં શાહરૂખની ફિલ્મ પઠાણને રૂ.૫૪૩ કરોડનું કલેક્શન મળ્યું હતું. સનીની ફિલ્મ હજુ તેનાથી ૧૨૪ કરોડ દૂર છે. વળી, સાતમી સપ્ટેમ્બરે શાહરૂખની ફિલ્મ જવાન આવી રહી છે. ડ્રીમ ગર્લ ૨ની પહેલા દિવસની શરૂઆતને જાેતાં રોજ ૧૦ કરોડનો આંક પાર કરવાનું ગદર ૨ માટે અઘરું છે. આ રીતે જાેઈએ તો પઠાણનો રેકોર્ડ તોડવાના માર્ગમાં ડ્રીમ ગર્લ ૨ મોટી અડચણ બની શકે છે.

Follow Me:

Related Posts