fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘ગુડબાય’ના સેટ પરથી અમિતાભ બચ્ચનનો ફર્સ્ટ લુક થયો લીક

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘ગુડબાય’નું શૂટિંગ કરી રહ્યા છે. તેવામાં સેટ પરથી ફિલ્મના લૂકનો એક ફોટો લીક થઈ ગયો છે. આ ફોટોમાં બિગ બી-મંદાના સાથે જાેવા મળી રહ્યા છે.

તાજેતરમાં ફ્લોર પર ગયેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે નીના ગુપ્તા અને રશ્મિકા મંદાના પણ અભિનય કરતી જાેવા મળશે. રશ્મિકાના ફેન એકાઉન્ટ પર આ ફોટો મૂકવામાં આવ્યો છે. જેમાં રશ્મિકા અને બિગ બી એક જ ફ્રેમમાં દેખાયા રહ્યા છે.
ગૂડબાયના સેટ પરથી લીક થયેલા આ ફોટોમાં મહાનાયક પિન્ક શર્ટ અને ડાર્ક ગ્રીન હાફ જેકેટમાં જાેવા મળી રહ્યા છે, જ્યારે રશ્મિકા ગ્રે ટોપમાં જાેવા મળી રહી છે. આ ફોટોમાં અન્ય બીજી વ્યક્તિ પણ જાેવા મળી રહી છે જે બન્નેને કંઈક બતાવી રહ્યા છે.

આ અગાઉ પણ અભિતાભ બચ્ચન અને નીના ગુપ્તાએ ગૂડબાયના શૂટિંગ વખતે તેમના ફોટો શેર કર્યા હતા. અમિતાભ બચ્ચને તેમના સો.મીડિયા હેન્ડલ પર પોતાનો એક ફોટો શેર કરતાં લખ્યું, સવારે સાત વાગે કામ તરફ જઈ રહ્યો છું. બીજા લોકડાઉન બાદ કામનો પહેલો દિવસ.. સ્થિતિ હજુ પણ વધુ સારી થતી રહેશે. સાથે નીનાએ પણ પોતે શૂટિંગ પર પરત ફરી છે તે દર્શાવતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે પોતાની વેનિટી વેન તરફ જઈ રહી છે.

Follow Me:

Related Posts