ફિલ્મ ગોડફાધરમાં ચિરંજવી ‘બિગ બોસ’ અને સલમાન ‘છોટે ભાઈ’
બોયકોટ બોલિવૂડ ટ્રેન્ડની સાથે ટોલિવૂડ અને બોલિવૂડના સંયુક્ત પ્રોજેક્ટ્સની પણ સંખ્યા વધી રહી છે. એકબીજાને સપોર્ટ કરીને આગળ વધવાની આ સ્ટ્રેટેજી અંતર્ગત સાઉથના મેગા સ્ટાર ચિરંજીવીની અપકમિંગ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો છે. પોલિટિકલ થ્રિલર ગોડફાધરમાં ચિરંજીવીએ ખતરનાક સ્ટન્ટ્સ કર્યા છે. ચિરંજીવીના ૬૭મા બર્થ ડે પર ફિલ્મનું ટીઝર લોન્ચ થયું હતું, જેમાં બિગ બોસ તરીકે ચિરંજીવીની અને છોટેભાઈ તરીકે સલમાનની ઓળખ અપાઈ હતી. મલયાલમ બ્લોકબસ્ટર લુસિફરની ઓફિશિયલ રીમેક ગોડફાધર તરીકે બની રહી છે.
ચિરંજીવીની સાથે તેમાં નયનતારા અને સત્યદેવ છે. ચિરંજીવીના બર્થ ડે પર ફિલ્મનું ટીઝર લોન્ચ થયું હતું. જેમાં ચિરંજીવીની ઓળખ આપતાં કહેવાયું હતું કે, તમામ બોસનો બોસ અને એક માત્ર ગોડફાધર. ૧.૩૪ મિનિટના ટીઝરમાં ચિરંજીવી હાથમાં બંદૂક લઈને જીપ ચલાવી રહ્યો છે. સલમાન ખાનનો ડાયલોગ આ મુજબનો છે. લાંબુ પ્લાનિંગ હોય તેવું લાગી રહ્યું છે. આ છોટેભાઈને ભૂલી ના જશો. કહો તો આવી જઉં. હિન્દી અને તેલુગુમાં ફિલ્મનું ટીઝર ચિરંજીવી દ્વારા શેર થયું હતું. આરઆરઆર સ્ટાર અને ચિરંજીવીના દીકરા રામચરને તેને ટીઝર ઓફ ધ યર ગણાવ્યું હતું. ટીઝરની સાથે ફિલ્મને પાંચ ઓક્ટોબરે દશેરા નિમિત્તે રીલિઝ કરવાની એનાઉન્સમેન્ટ પણ થઈ હતી. મલયાલમ ફિલ્મ લિફરમાં પૃથ્વીરાજનો લીડ રોલ હતો અને વિવેક ઓબેરોયે પહેલી મલયાલમ ફિલ્મ કરી હતી.
Recent Comments