બોલિવૂડ

ફિલ્મ ‘છત્રીવાલી’ની કહાણી નવ યુવાનો માટે ફાયદાકાર સાબિત થાય તેમ છે

અભિનેત્રી રકુલ પ્રિત સિંહની નવી ફિલ્મ છત્રીવાલી દર્શકોને બાળકોની જેમ હસાવવાની સાથે આપણા સમાજમાં શરમજનક ગણાતા ટોપિક વિશે એક શિક્ષક કેવી રીતે ખુલીને બાળકોને સમજાવી શકે છે, તેના પર પ્રકાશ પાડે છે. આ ફિલ્મ સલામત સેક્સ અને પુરુષ ગર્ભનિરોધકોના ઉપયોગના વિચારની આસપાસ છે. રકુલ પ્રીતનું પાત્ર સાન્યા, જે કેમિસ્ટ્રી ગ્રેજ્યુએટ છે, તેને નોકરીની તલાશ છે. ત્યારે જ તેને કોન્ડોમ કંપનીમાં ક્વોલિટી કન્ટ્રોલ હેડ બનવાની ઓફર કરવામાં આવે છે, આ નોકરી તે ખૂબ જ અનિચ્છાએ સ્વીકારી લે છે. જાે કે, તેના પરિવારના પુરુષો ગર્ભનિરોધકોનો ઉપયોગ કરવામાં માનતા નથી અને સ્થાનિક ક્લિનિકના મેનેજર તેને ‘અશ્લીલ’ કહે છે. સાન્યાને ખબર પડે છે કે તેની ભાભી બે-ત્રણ ગર્ભપાત અને કસુવાવડમાંથી પસાર થઈ છે, કારણ કે તેનો પતિ કોન્ડોમનો ઉપયોગ કરવા માંગતો નથી અને તેણે બર્થ કંટ્રોલ પિલ્સના દૈનિક ઉપયોગથી પોતાના જીવનને જાેખમમાં મૂક્યું છે.

સાન્યાએ પણ તેના પતિ રૂષિને સલામત સેક્સનું મહત્વ સમજાવવા માટે એક પ્રકારનો પ્રોજેક્ટ બનાવવાની જરૂર અનુભવે છે. ત્યાંથી તેને તેના શહેરની મહિલાઓને પુરુષ ગર્ભનિરોધકનું મહત્વ શીખવવાનો વિચાર આવે છે. જ્યારે લોકોને ખબર પડે છે કે તે કોન્ડોમ ટેસ્ટર છે, તેના સાસરીયાવાળા તેનાથી અંતર બનાવી લે છે અને લોકોને સુરક્ષિત સેક્સ વિશે શીખવવાના તેના પ્રયત્નો નિરર્થક જાય છે. મોટા ભાગના પ્લોટ માટે સ્ક્રિપ્ટ પાત્રના મુખ્ય મુદ્દાઓને રજૂ કરવા માટે રમૂજ પર આધારિત રહે છે. મહિલાઓની જમીની વાસ્તવિકતાને ભયંકર રીતે રજૂ કર્યા વિના આ ફિલ્મ મહત્વપૂર્ણ વસ્તુઓ શીખવવા માટે ખૂબ જ રમૂજ ભર્યો અભિગમ અપનાવે છે. જ્યારે આ સંદેશો આપવાની વાત આવે છે ત્યારે ફિલ્મ એકદમ ખરી ઉતરી છે.

પહેલા સીનથી જ જ્યારે ગર્ભનિરોધક કંપનીનો મેનેજર તેના ભૂતપૂર્વ કર્મચારીને કહે છે કે તેઓ જે કામ કરે છે, તે શરમજનક નથી પરંતુ જીવન રક્ષક છે, ત્યારે જ આપણે સમજી શકીએ છીએ કે ફિલ્મ શું કહેવા માંગી રહી છે અને તે જ વાત ફિલ્મને આકર્ષક બનાવે છે. રકુલ પ્રીત હંમેશાં હેપ્પી-ગો-લકી ગર્લ તરીકેની ભૂમિકા ભજવવામાં બેસ્ટ રહી છે, જે પોતાની જાતને સંભાળી શકે છે અને તે જે કરે છે તેમાં વિશ્વાસ ધરાવે છે. સુમિત વ્યાસ તેના પાત્રને વધુ મજબૂત બનાવે છે, જે તેણીના પતિનો રોલ નિભાવી રહ્યો છે. રાજેશ તૈલંગ, રૂઢિચુસ્ત બનેવી તરીકે જે બાયોલોજીના શિક્ષક હોવા છતાં તેના વિદ્યાર્થીઓને પ્રજનન તંત્રના પ્રકરણને છોડીને પાચનતંત્રના પ્રકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહે છે.

ઉપરોક્ત મુદ્દાઓના મહત્વ અને પ્રોત્સાહન આપતી વખતે ફિલ્મ તેની મૂળ વાર્તામાં સમસ્યાને દૂર કરવાના ઉપાયો પણ જણાવે છે. સેક્સ વિશે ખોટું અથવા કોઈ જ્ઞાન ન ધરાવતા કિશોરો જ્યારે પુખ્ત વયના બની જાય છે, ત્યારે અમુક એવી ભૂલો કરી બેસે છે, જે તેમનું જીવન બરબાદ કરી શકે છે. જ્યારે એક ટીનએજ છોકરો સાન્યાને પૂછે છે કે શું તેની ગર્લફ્રેન્ડ તેને કિસ કરીને જ ગર્ભવતી થઈ શકે છે, ત્યારે આપણે કદાચ હસી દેતા હોઈએ છીએ, પરંતુ આપણે જાણીએ છીએ કે આ એક એવો પ્રશ્ન છે જે કાલ્પનિક દુનિયાની બહાર લોકોને ખરેખર હોય જ છે. આ ફિલ્મમાં એ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે કે ટીનેજર્સને સલામત સેક્સ પ્રેક્ટિસ વિશે શીખવવું અને તેમને તેમનું શરીર કેવી રીતે કાર્ય કરે છે તેનું જ્ઞાન આપવું એ અશ્લીલ કૃત્ય નથી.

ઉલટાનું તે તેમને શું ખોટું છે તેનાથી વાકેફ કરવા માટે છે જેથી તેઓ કોઈ ગંભીર ભૂલ ન કરે. છત્રીવાલી કદાચ એક હેપ્પી એન્ડિંગ ધરાવે છે, જેમાં પાત્રો આખરે આ વસ્તુઓનું મહત્વ સમજે છે, પરંતુ આપણે જાણીએ છીએ કે આ કલ્પના વાસ્તવિકતામાં ફેરવાય તે પહેલાં આપણે લાંબી મજલ કાપવાની બાકી છે. ત્યાં સુધી, આપણે ફિલ્મોમાંથી પ્રેરણા લઈ શકીએ છીએ અને આશ્ચર્ય પામવાનો પ્રયત્ન કરી શકીએ છીએ – સલામત સેક્સ પ્રથાઓ અથવા કોઈના શરીરમાં થતા ફેરફારો વિશેની જાણકારી વિશે એટલું શરમજનક શું છે કે આપણે કાં તો તેને મજાક તરીકે નકારી કાઢીએ છીએ અથવા તેને પડદા પાછળ હેઠળ ધકેલી દઈએ છીએ. તેજસ દેવસ્કર દ્વારા નિર્દેશિત અને રકુલ પ્રીત સિંહ, સુમિત વ્યાસ, સતીષ કૌશિક, ડોલી આહલુવાલિયા, રાજેશ તૈલાંગ અને પ્રાચી શાહ પાંડિયા સહિત અન્ય કલાકારો અભિનિત છત્રીવાલી ઝી૫ પર સ્ટ્રીમ થઈ રહી છે.

Related Posts