ફિલ્મ ‘છેલ્લો શો’ ઓસ્કર માટે સિલેક્ટ થતા વિવેક અગ્નિહોત્રીએ આપી પ્રતિક્રિયા
ડિરેક્ટર પાન નલિનની ફિલ્મ ‘છેલ્લો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો) ને ભારતીય ફિલ્મના રૂપમાં ઓસ્કર માટે મોકલવામાં આવી છે. ઓસ્કર માટે પસંદ કર્યા બાદથી ચારે બાજુ ‘છેલ્લો શો’ની ખૂબ જ ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીનું રિએક્શન સામે આવ્યું છે. એવી અટકળો પણ લગાવવામાં આવી રહી હતી કે, વિવેકની ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ને આ સમયે ઓસ્કર માટે પસંદ કરવામાં આવી શકે છે.
‘છેલ્લા શો’ ને લઈને વિવેક અગ્નિહોત્રીએ કહી આ વાત
ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી ‘છેલ્લો શો’ને ઓસ્કર માટે પસંદ કર્યા બાદથી સોશિયલ મીડિયા પર ફિલ્મની ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ‘છેલ્લો શો’ની આ સફળતા પર ખુશી વ્યક્ત કરી છે.
વિવેક અગ્નિહોત્રીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પર ટ્વીટ કરીને લખ્યું કે, ‘ભારતની ઓફિશિયલ એન્ટ્રીના રૂપમાં સિલેક્ટ થવા બદલ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ની પૂરી ટીમને હાર્દિક શુભેચ્છાઓ. ઓસ્કર 2023મા તેમને સર્વશ્રેષ્ઠ ફિલ્મ પુરસ્કારની શુભેચ્છાઓ. હું તે બધા શુભચિંતકો અને વિશેષ રૂપથી મીડિયાનો આભાર વ્યક્ત કરૂ છું, જે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના પક્ષમાં હતા.’
આ ફિલ્મ પણ હતી રેસમાં
હવે જ્યારે ઓસ્કર માટે ભારતીય ફિલ્મના રૂપમાં ‘છેલ્લો શો’ પર મોહર લાગી ગઈ છે, તો તેનાથી અનેક ફિલ્મોના હાથોમાં નિરાશા લાગી છે. સાઉથ સિનેમાના ફેમસ ડિરેક્ટર એસએસ રાજામૌલીની ‘RRR’ ને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી કે, આ ફિલ્મ ઓસ્કર 2023 માટે પહેલી પસંદ હોઈ શકે છે. આટલું જ નહીં વૈરાઈટી વેબસાઈટના સમાચાર અનુસાર, ઓસ્કર પ્રીડિકશન લીસ્ટમાં ‘RRR’ને બેસ્ટ ફીચર ફિલ્મની કેટેગરીમાં પણ રાખવામાં આવી હતી.
શું છે ફિલ્મ ‘છેલ્લો શો’ની કહાની?
હવે ‘છેલ્લો શો’ની કહાનીની વાત કરવામાં આવે તો, આ એક ચા વેચનાર બાળકના સપનાઓની કહાની છે, આ ફિલ્મ કેટલીક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં બતાવવામાં આવી છે. સાથે જ આ પહેલા અનેક આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ જીતી ચૂકી છે. આ ફિલ્મ વર્ષ 2021મા આવી હતી, આનું નિર્દેશન પાન નલિને કર્યું છે. ફિલ્મમાં ભવિન રાબરી, રિચા મીના અને ભાવેશ શ્રીમાલીએ લીડ રોલમાં શાનદાર એક્ટિંગ કરી છે.
Recent Comments