ફિલ્મ જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું
અમેરિકા સહિત ઈન્ટરનેશનલ માર્કેટમાં શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. ફિલ્મની રિલીઝમાં હજુ ત્રણ વીકનો સમય બાકી છે ત્યારે ઓવરસીઝ માર્કેટમાં જવાન બ્લોકબસ્ટર રહેવાની શક્યતા છે. સાતમી સપ્ટેમ્બરે જવાનની વર્લ્ડવાઈડ રિલીઝ છે. તેને હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે. રિલીઝના પહેલા દિવસે જ આ ફિલ્મ શાહરૂખની બ્લોકબસ્ટર પઠાણનો રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. રિપોર્ટ્સ મુજબ, અમેરિકામાં જવાનને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. અમેરિકામાં ૨૮૯ સ્થળે તેની ૪૮૦૦ ટિકિટ્સ વેચાઈ છે જેનું મુલ્ય ૭૪૨૦૦ ડોલર છે. આગામી દિવસોમાં જવાન માટેની ઉત્સુકતા વધવાની શક્યતા છે. હાલ ૨૮૯ સ્થળે જવાનના ૧૩૩૪ શો ફાઈનલ થયા છે.
બુકિંગ માટે હજુ ૨૦ દિવસનો સમય બાકી છે અને આગામી દિવસોમાં પહેલા દિવસના તમામ શો હાઉસફુલ થવાની શક્યતા છે. પઠાણને નોર્થ અમેરિકામાં પહેલા દિવસે ૧.૮૫ ડોલરની ઈનકમ થઈ હતી. ઓવરસીઝ માર્કેટમાં પઠાણનો પહેલો દિવસ કુલ રૂ.૩૭ કરોડનો હતો. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા, જર્મની અને યુએઈમાં પણ એડવાન્સ બુકિંગ શરૂ થયું છે. એડવાન્સ બુકિંગમાં જવાનને પઠાણ કરતાં વધારે સારો રિસ્પોન્સ મળ્યો છે. જેને જાેતાં જવાનનું ઓપનિંગ ડે કલેક્શન રૂ.૫૦ કરોડ રહેવાનો અંદાજ ટ્રેડ એનાલિસ્ટે વ્યક્ત કર્યો છે. આ વર્ષે શાહરૂખની બીજી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. ત્યારબાદ શાહરૂખની ડન્કી ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે.
Recent Comments