fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘જેલર’નો એક સીન ઓલ્ટર કરવા પર ર્નિણય

સાઉથના મેગા સ્ટાર રજનીકાંતની ફિલ્મ જેલરને રિલીઝના ૧૮ દિવસમાં વર્લ્ડ વાઈડ રૂ.૬૦૦ કરોડનું કલેક્શન મળી ગયું છે. ગદર ૨ની આંધી વચ્ચે આ ફિલ્મ નોર્થ ઈન્ડિયામાં ખાસ ચાલી નથી, પરંતુ સાઉથ અને ઓવરસીઝ કલેક્શનમાં રજનીકાંતે ફરી બાજી મારી છે. ફિલ્મના બ્લોકબસ્ટર બનવાની સાથે એક વિવાદ પણ સર્જાયો છે, જેના પગલે રૂ.૬૦૦ કરોડનું કલેક્શન મળ્યા બાદ એક સીનને ઓલ્ટર કરવાનો ર્નિણય લેવાયો છે. જેલર બનાવનાર સન પિક્ચર્સ અને આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે કાનૂની વિવાદ ચાલી રહ્યો હતો.

જેલરના એક સીનમાં કોન્ટ્રાક્ટ કિલરને રોયલ ચેલેન્જર્સ બેંગલોહની ટી શર્ટ પહેરેલો દર્શાવાયો હતો. આ કેરેક્ટરે મહિલાઓ માટે અણછાજતી કોમેન્ટ પણ કરેલી છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટમાં આરસીબી તરફથી દલીલ થઈ હતી કે, ટીમ મેનેજમેન્ટની મંજૂરી વગર ટી શર્ટનો ઉપયોગ થયો છે. તેના કારણે બ્રાન્ડની ઈમેજ બગડે છે અને સ્પોન્સર્સના અધિકારનો ભંગ થાય છે. કાનૂની વિવાદ વધુ વકરે તે પહેલાં બને પક્ષો સમાધાન માટે તૈયાર થઈ ગયા હતા.

સન પિક્ચર્સે ફિલ્મના વિવાદી સીનમાં ફેરફાર કરવાની ખાતરી આપી હતી. હજુ થીયેટરમાં જેલર ફિલ્મ ચાલી રહી છે ત્યારે પહેલી સપ્ટેમ્બરથી આરસીબીની ટી શર્ટ પહેરેલું કેરેક્ટર જાેવા મળશે નહીં. આ ઉપરાંત ડિજિટલ વર્ઝનમાંથી પણ તેને દૂર કરવામાં આવશે. જેથી ટેલિવિઝન કે ઓટીટી પર આરસીબીની ટીશર્ટ પહેરેલો કોન્ટ્રાક્ટ કિલર દેખાશે નહીં. કોર્ટ બહાર થયેલા આ સમાધાન અંગે કોર્ટે ઠરાવ્યું હતું કે, પહેલી સપ્ટેમ્બરથી ફિલ્મના વિવાદી સીનને એડિટ કરવા માટે પ્રતિવાદીએ ખાતરી આપી છે. પહેલી સપ્ટેમ્બર બાદ ઓલ્ટર થયેલો સીન જ તીયેટરમાં દર્શાવાશે. આ ઉપરાંત સેટેલાઈટ, ઓટીટી કે ટીવી સહિતના દરેક પ્લેટફોર્મમાં ફિલ્મ પર ટેલિકાસ્ટ થાય ત્યારે પણ આ સીન નહીં હોય.

Follow Me:

Related Posts