ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લીડિંગ સ્ટાર્સમાં કેટરિના કૈફે વર્ષોની મહેનત બાદ સ્થાન મેળવ્યું છે. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ કેટરિના કૈફની લોકપ્રિયતાનો પુરાવો છે. કેટરિના પાછલા ઘણા સમયથી ચર્ચામાં નથી. એક્ટિંગ ઉપરાંત કેટરિના કૈફ પોતાની બ્યૂટી અને મેક અપ બ્રાન્ડ પણ ધરાવે છે. આમ છતાં, કેટરિના કૈફ ઘણાં સમયથી જાહેરમાં જાેવા મળતી નથી. કેટરિનાનું આ પગલું ગણતરીપૂર્વક લેવાયું હોવાનું મનાય છે. ટાઈગર ૩ની રિલીઝ પહેલાં કેટરિના કૈફ આ જ રીતે જાહેરમાં ઓછી દેખાય તેવી શક્યતા છે. ૧૫ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી કેટરિનાએ ૨૦૨૧માં વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેની માત્ર એક ફિલ્મ ફોનભૂત રિલીઝ થઈ છે. સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથેની આ ફિલ્મ બોક્સઓફિસ પર ખાસ ચાલી ન હતી.
ત્યારબાદ કેટરિના બે બિગ બજેટ ફિલ્મ પર કામ કરી રહી છે. સલમાન ખાન સાથે ટાઈગર ૩માં કેટરિનાએ વધુ એક વખત ઝોયાનો રોલ કર્યો છે. આ ઉપરાંત સાઉથના સ્ટાર વિજય સેતુપતિ સાથે કેટરિનાની ફિલ્મ મેરી ક્રિસમસ પણ આવી રહી છે. કેટરિના કૈફ છેલ્લે જવાનની ટીમ સાથે યશરાજ સ્ટુડિયોઝમાં જાેવા મળી હતી. કેટરિના લાંબા સમયથી લાઈમલાઈટમાં નથી. રિપોર્ટ્સ મુજબ, આ વર્ષે કેટરિનાની બે બિગ બજેટ ફિલ્મો આવી રહી છે.
બે વર્ષ બાદ કેટરિનાની ફિલ્મ આવી રહી છે. ટાઈગર ૩માં સલમાન સાથેની એક્શન-થ્રિલર સફર આગળ વધતી જાેવા મળશે. સાઉથના સ્ટાર વિજય સેતુપતિની મેરી ક્રિસમસ તમિલ અને હિન્દીમાં રિલીઝ થવાની છે. તેથી કેટરિના હાલ ઓવરએક્સપોઝ થવા માગતી નથી. બંને ફિલ્મના પ્રમોશન વખતે સતત લોકોની નજરમાં રહેવાનું છે અને તે સમયે સરળતા રહે તે માટે કેટરિના હાલ જાહેરમાં દેખાવાનું ટાળે છે. આ બંને ફિલ્મો બાદ કેટરિના કૈફ જી લે ઝરામાં લીડ રોલ કરવાની છે. ઝોયા અખ્તરની આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા જાેનાસ અને આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે. હાલ તો આ ફિલ્મ કોલ્ડ સ્ટોરેજમાં મૂકાયેલી છે.
Recent Comments