બોલિવૂડ

ફિલ્મ ‘ડંકી’ના ટ્રેલરને ૨૪ કલાકમાં ૧૦૦ મિલિયન લોકોએ જાેયું

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘ડંકી’ના ટ્રેલરને મિક્સ રિસ્પોન્સ મળી રહ્યો છે. સતત બે ફિલ્મોમાં શાહરૂખનો એક્શન અંદાજ જાેયા બાદ રોમેન્ટિક-કોમેડી સ્ટાઈલ ઘણાં લોકોને અપીલ કરી શકી નથી. જાે કે શાહરૂખની લોકપ્રિયતા પર તેની કોઈ અસર પડી નથી. ‘ડંકી’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયુ હતું. આ ટ્રેલરને ૨૪ કલાકમાં ૧૦૦ મિલિયનથી વધારે વ્યૂઝ મળ્યા છે.. આ વીડિયોમાં શાહરૂખની સાથે બોમન ઈરાની, તાપસી પન્નુ, વિકી કૌશલ, વિક્રમ કોચર, અનિલ ગ્રોવર પણ જાેવા મળે છે. રિપોર્ટ્‌સ મુજબ, ડંકીના ટ્રેલરને તમામ પ્લેટફોર્મ પર ૧૦૩ મિલિયન વ્યૂઝ મળ્યા છે. કોઈ પણ ભાષાની ફિલ્મ માટે આ સૌથી વધારે વ્યૂઝ છે. ‘ડંકી’માં ચાર મિત્રોની સ્ટોરી છે, જેઓ એક અજાણી જગ્યાએ પહોંચી જાય છે.

Related Posts