fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘ડંકી’ની સ્ટાર કાસ્ટએ તગડી ફી વસુલી

ડંકીનો પહેલો વીડિયો સામે આવ્યો, આ વીડિયોએ ફેન્સને વધુ એક્સાઈટેડ કરી દીધા છે. વર્ષ ૨૦૨૩ શાહરૂખ ખાનનું કમબેક વર્ષ રહ્યું છે. વર્ષની શરૂઆત પઠાણથી થઈ હતી જે સુપરહિટ રહી હતી અને ત્યાર બાદ જવાન રિલીઝ થઈ હતી જેણે પઠાણના રેકોર્ડ પણ તોડી નાખ્યા હતા. પઠાણ-જવાન પછી શાહરૂખ ખાનની આ વર્ષની ત્રીજી ફિલ્મ છે ડંકી. શાહરૂખ ખાન ‘ડંકી’ ફિલ્મ માટે ખૂબ જ એક્સાઈટેડ છે… આ ફિલ્મ ૨૨ ડિસેમ્બરે રિલીઝ થશે. ટેલીચક્કરના રિપોર્ટ મુજબ તમને સ્ટાર કાસ્ટમાં બોમન ઈરાની અને સતીશ શાહની ફી વિષે જણાવીએ તો,

વધુ પ્રચલિત એકટર બોમન ઈરાની ફિલ્મ ડંકીમાં પણ જાેવા મળી રહ્યો છે. જે આ પહેલા રાજકુમાર હિરાનીની સંજુ, ૩ ઈડિયટ્‌સ અને પીકેનો ભાગ રહી ચૂક્યો છે. બોમન ઈરાનીએ ડંકી માટે ૧૫ કરોડ રૂપિયા ફી લીધી છે. અને સતીશ શાહે ફિલ્મ ‘ડંકી’ માટે ૭ કરોડ રૂપિયા ફી લીધી છે… ફિલ્મ ‘ડંકી’ માટે અન્ય ત્રણ કલાકાર જેમાં વિકી કૌશલ, તાપસી પ્ન્‌નું અને શાહ રુખ ખાનની ફી વિષે જણાવીએ તો, વિકી કૌશલ જે ડંકી ફિલ્મમાં મહત્વના રોલમાં સામેલ છે અને તેણે આ ફિલ્મ માટે ૧૨ કરોડ રૂપિયા ફી લીધી છે, તાપસી પન્નુ ડંકી ફિલ્મ માટે ૧૧ કરોડ રૂપિયા મળ્યા છે. અને કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન ડંકી ફિલ્મ માટે ૨૮ કરોડ રૂપિયા ફી લીધી છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ શાહરૂખ ખાન પ્રોફિટ શેરિંગ પણ કરે છે.

Follow Me:

Related Posts