fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘ડોન ૩’માં પ્રિયંકા ચોપરાનું સ્થાન કિયારા અડવાણી લેશે

જ્યારથી ફરહાન અખ્તરે ‘ડોન ૩’ની જાહેરાત કરી છે ત્યારથી આ ફિલ્મ ઘણી ચર્ચામાં છે. જ્યાં એક તરફ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે રણવીર સિંહને કાસ્ટ કરવામાં આવ્યો હતો, તો બીજી તરફ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ફિલ્મમાં કઈ અભિનેત્રી જાેવા મળશે? પ્રિયંકા ચોપરાનું સ્થાન કોણ લેશે? હવે બોલિવૂડ હંગામાના એક રિપોર્ટ અનુસાર આ સવાલોના જવાબ મળી ગયા છે. રિપોર્ટમાં ‘ડોન ૩’ માટે કિયારા અડવાણીના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.

સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ફરહાનને લાગે છે કે કિયારા આ માટે ફિટ છે. કિયારા પણ આ ફિલ્મનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે, ૧૯ ફેબ્રુઆરીએ ફરહાનના પ્રોડક્શન હાઉસ ‘એક્સેલ એન્ટરટેઈનમેન્ટ’એ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ડોન ૩ સાથે જાેડાયેલી કેટલીક મોટી જાહેરાત ૨૦ ફેબ્રુઆરીએ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રોડક્શન હાઉસ દ્વારા જે જાહેરાતની વાત કરવામાં આવી રહી છે તે માત્ર કિયારા અડવાણી વિશે જ હોઈ શકે છે. જ્યારે ડોનમાં મુખ્ય અભિનેતા તરીકે રણવીરે શાહરૂખને રિપ્લેસ કર્યો હતો, હવે આ રિપોર્ટ અનુસાર કિયારા પ્રિયંકાને રિપ્લેસ કરી શકે છે.

Follow Me:

Related Posts