બોલિવૂડ

ફિલ્મ તેજસની કમાણીમાં બીજા દિવસે વધારો થયો

બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત તેની ફિલ્મ તેજસને લઈને સતત લાઈમલાઈટ રહી છે. આ ફિલ્મના બિઝનેસ પર મેકર્સ અને ફેન્સની નજર છે. પરંતુ આશા મુજબ ફિલ્મ તેજસે પહેલા જ દિવસે ઘણી નિરાશ કરી હતી. કંગનાની આ ફિલ્મને દર્શકોએ પહેલા દિવસે બહુ રિસપોન્સ આપ્યો ન હતો. પરંતુ બીજા દિવસે તેજસની કમાણીમાં ઉછાળો જાેવા મળ્યો છે. ધીરે ધીરે કંગના રનૌતની ફિલ્મ ઝડપ પકડતી જાેવા મળી રહી છે.. કંગના રનૌતે તેની ફિલ્મના પહેલા દિવસનું કલેક્શન જાેયા બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે.

આ સાથે જ કંગનાએ લોકોને વિનંતી પણ કરી હતી કે દરેકને તેજસની સ્ટોરી ગમશે. તેથી તેઓ થિયેટરમાં જાઓ અને આ ફિલ્મ જરૂર જુઓ. કંગનાએ સાથે એમ પણ કહ્યું કે લોકડાઉન પછી લોકો દરેક ફિલ્મમાં ચાન્સ નથી આપી રહ્યા. અત્યાર સુધી લોકો તેમાંથી બહાર આવી શક્યા નથી.. કંગનાનો વીડિયો સામે આવ્યા બાદ બીજા દિવસના બિઝનેસમાં પણ વધારો જાેવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ કંગના રનૌતની ફિલ્મે ૧.૭૫ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જાે આ આંકડાઓ ઓપનિંગ કલેક્શનના હિસાબે જાેવામાં આવે તો બીજા દિવસે કલેક્શન વધુ સારું ગણવામાં આવે છે. પરંતુ રવિવારે ફિલ્મના આંકડાઓ પાસેથી ઘણી આશાઓ છે. શનિવારની સરખામણીમાં આ આંકડો હજુ પણ વધી શકે છે.. તેજસની રિલીઝનો આજે ત્રીજાે દિવસ છે. અત્યાર સુધી કંગના રનૌતની ફિલ્મનું ટોટલ કલેક્શન ૩ કરોડ સુધી પહોંચી ગયું છે. અન્ય ફિલ્મોની વાત કરીએ તો કંગનાની તેજસ ગણપત, ફુકરે ૩ અને યારિયાં ૨ કરતાં ઘણી પાછળ ચાલી રહી છે. ૫૦ દિવસ પૂરા થયા પછી પણ શાહરૂખ ખાનની જવાન બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

Related Posts