ફિલ્મ ‘દેવરા’નો ફર્સ્ટ વીડિયો સામે આવ્યો, એન્ટરટેઈનમેન્ટ સાબિત થઈ શકે છે ફિલ્મ દેવરા

વર્ષ ૨૦૨૪માં ઘણી બઘી સાઉથની ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે. આમાંથી કેટલીક ફિલ્મો એવી પણ છે કે જેમાં બોલિવુડ સ્ટાર્સ પણ સાઉથમાં ડેબ્યૂ કરવાના છે. આમાંથી એક ફિલ્મ દેવરા છે. બોલિવુડ સ્ટાર સૈફ અલી ખાન પણ દેવરા ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેના સિવાય શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરે પણ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં તે પણ જાેવા મળશે. તો જુઓ ફિલ્મની પહેલી ઝલક કેવી છે.
ફિલ્મનો ફર્સ્ટ વીડિયો સામે આવ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ વીડિયો શેર કર્યો છે જે ખૂબ જ ઈન્ટેસ લાગી રહ્યો છે. આ વીડિયોમાં જુનિયર એનટીઆર જાેવા મળી રહ્યો છે. તે જબરદસ્ત એક્શન મોડમાં છે. આ વીડિયોમાં આખો સમુદ્ર લાલ રંગનો દેખાય છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મમાં કેટલું એક્શન જાેવા મળી શકે છે.. વીડિયોમાં ફિલ્મની સ્ટોરી વિશે જે અંદાજાે લગાવી શકાય કે આમાં દરિયાઈ યુદ્ધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બધે લોહી જ જાેવા મળે છે. લોકોના મોઢામાંથી આવતા ડાયલોગ પણ હથિયાર જેવા લાગે છે. આવામાં આ ફિલ્મ ફેન્સ માટે એક શાનદાર એન્ટરટેઈનમેન્ટ સાબિત થઈ શકે છે. હાલમાં આ ફિલ્મમાના પ્રોમોથી એટલું જ સામે આવ્યું છે
કે જુનિયર એનટીઆરની ઝલક શું હશે. પરંતુ આ વીડિયોમાં જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાનની ઝલક હજુ સુધી સામે આવી નથી. આવામાં, આ બંને કલાકારોને લઈને ફેન્સનું એક્સાઈટમેન્ટ વધારે છે. વીડિયોની સાથે તરણ આદર્શે કેપ્શનમાં લખ્યું છે કે, જુનિયર એનટીઆર, સૈફ અલી ખાન અને જાહ્નવી કપૂરની ફિલ્મ દેવરાની પહેલી ઝલક સામે આવી છે. ફિલ્મમાં જનતા ગેરેજની બાદ દેવરા દ્વારા ફરી એક વાર જુનિયર એનટીઆર અને કોરાટાલા સિવાનું રિયુનિયન જાેવા મળી રહ્યું છે. આ ફિલ્મને બે પાર્ટમાં રિલીઝ કરવામાં આવશે. આ પહેલો પાર્ટ ૫ એપ્રિલ ૨૦૨૪ના રોજ રિલીઝ થશે.
Recent Comments