દીપિકા પદુકોણ અને રિશી કપૂરની ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ ફરી ચર્ચામાં છે. આ ફિલ્મની ઘોષણા ગયા વરસના જાન્યુઆરીમાં જ કરવામાં આવી હતી. ત્યારે દીપિકા અને રિશી કપૂર સાથે સાઇન કરવામાં આવ્યા હતા. આ પછી રિશીનું કેન્સરના કારણે નિધન થયું હતું અને ફિલ્મનું કામ અટકી ગયું હતું.
હવે આ ફિલ્મ ફરી ચર્ચામાં આવી છે. રિશીના અવસાનથી ફિલ્મમાં ખાલી પડેલું સ્થાન અમિતાભ બચ્ચને લીધું છે.
રિશીના નિધન પછી ધ ઇન્ટર્નની હિંદી રિમેક પર લાંબી બ્રેક લાગી ગઇ હતી. મેકર્સ નવી કાસ્ટ માટે વિચાર કરી રહ્યા હતા. તેમને રિશીના સ્થાને પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન એ પાત્ર માટે યોગ્ય લાગ્યા હતા. તેથી જ તેમણે અમિતાભને સાઇન કરી લીધા છે અને અભિનેતાની સત્તાવાર રીતે ફિલ્મમાં એન્ટ્રી થઇ ગઇ છે. આ ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
આ ફિલ્મ હોલીવૂડની લોકપ્રય ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ની હિંદી રીમેક હશે, જેમાં એની હૈથવે અને રોબર્ટ ડી નીરોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ની હિંદી રિમેકમાં રિશી કપૂરનું સ્થાન અમિતાભ બચ્ચને લીધું

Recent Comments