ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક ડેવિડ ધવન ના ઘરમાં ખુશીઓ નો મહોલબોલિવૂડ એક્ટર વરુણ ધવનની પત્ની નતાશા પુત્રીને જન્મ આપ્યો
બોલિવૂડ ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક ડેવિડ ધવન ના ઘરમાં ખુશીઓ નો મહોલ છે કેમ કે તેમાં પુત્ર, એક્ટર વરુણ ધવન પિતા બની ગયો છે. તેમની પત્ની નતાશા દલાલે એક પુત્રીને જન્મ આપ્યો છે. નોંધનીય છે કે વરુણે થોડા સમય પહેલા જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર નતાશાની પ્રેગ્નન્સીની જાણકારી આપી હતી. વરુણે એક ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો હતો, જેમાં તે તેની પત્ની નતાશાના બેબી બમ્પને કિસ કરતો જોવા મળ્યો હતો. ત્યારથી નતાશાની પ્રેગ્નેન્સી હેડલાઇન્સમાં હતી. વરુણ અને નતાશા માતા-પિતા બન્યા બાદ તેમને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો વધી ગયો છે. ચાહકોથી લઈને સેલેબ્સ કપલને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
નતાશાને ૩ જૂનની સવારે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી કારણ કે તેણીને લેબર પેઇન શરૂ થયું હતું. તેની પત્ની સાથે રહેવા માટે, અભિનેતા વરુણ ધવને તેના તમામ કામ આગળ શેડ્યૂલ કર્યા છે. હવે આવી સ્થિતિમાં, ચાહકો અભિનેતા પાસેથી સારા સમાચાર સાંભળવાની રાહ જોઈ રહ્યા છે. વરુણ અને નતાશાએ ૨૪ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. બંનેએ અલીબાગમાં કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન પરિવારના કેટલાક સભ્યો અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. અભિનેતાના કામની વાત કરીએ તો વરુણ ધવન ટૂંક સમયમાં ‘બેબી જોન’માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા ઉપરાંત કીતિર્ સુરેશ, વામિકા ગબ્બી, જેકી શ્રોફ અને ફસરાજપાલ યાદવ સહિતના ઘણા સ્ટાર્સ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
Recent Comments