fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘પુષ્પા ૨’ની શ્રીવલ્લીનો ફસ્ટ લુક સામે આવ્યો

૨૦૨૪ની સૌથી વધુ રાહ જાેવાતી ફિલ્મોમાંથી એક ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’નું પહેલુ પોસ્ટર સામે આવ્યુ છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના ફરી એકવાર આ ફિલ્મથી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ઘણા સમયથી લોકો ‘પુષ્પા ૨’ની રિલીઝની રાહ જાેઈ રહ્યા છે. ‘પુષ્પા ૨’ના નિર્માતાઓએ ૮મી એપ્રિલે અલ્લુ અર્જુનના જન્મદિવસે ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તે પહેલાં જ શ્રીવલ્લીના જન્મદિવસે તેમના ચાહકોને મેકર્સે સરપ્રાઈઝ આપ્યું છે. ‘પુષ્પા ૨’નો રશ્મિકા મંદાનાના ફર્સ્ટ લુકને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

શ્રીવલ્લીનો આ લુક જાેઈ ફેન્સ દંગ રહી ગયા છે. ‘પુષ્પા ૨’ના આ પોસ્ટરમાં રશ્મિકા શ્રીવલ્લીના પાત્રમાં ખૂબ જ દમદાર લુકમાં દેખાઈ રહી છે. રશ્મિકા મંદાનાએ લીલા રંગની સાડી પહેરી છે, આ સાથે માંથામાં સિંદૂર અને હાથમાં લીલી-લાલ બંગડીઓ પહેરેલી જાેવા મળે છે. અભિનેત્રી રશ્મિકા મંદાના તેના ગળામાં હાર, નાકમાં વીંટી અને મંગળસૂત્ર સાથેનો નેકલેસ પહેરીને ખૂબ જ જબરદસ્ત દેખાઈ રહી છે. અભિનેત્રીએ લાલ બિંદી, આંખોમાં કાજલ, લિપસ્ટિક અને બાંધેલા વાળ સાથેનો આ લુક ખરેખર ચોંકાવનારો છે. ‘પુષ્પા ૨’ના આ પોસ્ટર સાથે, ફિલ્મના ટીઝર રિલીઝની ફરી એકવાર જાહેરાત કરવામાં આવી છે, જે ૮મી એપ્રિલે રિલીઝ થશે.

અગાઉ, નિર્માતાઓએ ‘પુષ્પા ૨’ની ર્ં્‌્‌ રિલીઝની પણ જાહેરાત કરી હતી. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ઓટીટી પ્લેટફોર્મે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. સોશિયલ મીડિયા પર લોકો અભિનેત્રીના લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે. ટૂંક સમયમાં ‘પુષ્પા ૨’ નેટફ્લિક્સ પર હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં ઉપલબ્ધ થશે. દિગ્દર્શક સુકુમારની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ બાદ અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહાદ ફાસિલ આ સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ની સિક્વલમાં તેમની ભૂમિકાઓ ફરી કરતા જાેવા મળશે. ‘પુષ્પા ૨’ પણ હવે વર્લ્ડ બોક્સ ઓફિસ પર કરોડોની બમ્પર કમાણી કરવા માટે તૈયાર છે.

Follow Me:

Related Posts