ફિલ્મ ફુકરે-૩નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે
વર્ષ ૨૦૧૩માં શરુ થયેલી ફિલ્મ સિરીઝ ‘ફુકરે’ ની ત્રીજી એડિશન આવી રહી છે. આ સિરીઝની પહેલી બે ફિલ્મો ‘ફુકરે’ અને ફુકરે રિટર્ન્સ’ સુપર હિટ રહી હતી અને હવે તેની ત્રીજી ફિલ્મ ‘ફુકરે ૩’ નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે. એક્સલ એન્ટરટેઇન્મેન્ટના ડિરેક્ટર્સ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ ફિલ્મમાં ચાર મિત્રોની વાર્તા છે જે મહેનત વગર ફટાફટ પૈસા કમાવવાની લાલચમાં મુશ્કેલીમાં મૂકાય છે અને ત્યારબાદ અખતરાથી તેમાંથી બહાર પણ આવે છે. આ સિચ્યુએશનલ બેઝડ કોમેડી ફિલ્મની કાસ્ટ ત્રીજી ફિલ્મમાં પણ અકબંધ છે.
આ મૂવીમાં પુલકિત સમ્રાટમ વરુણ શર્મા, મનજાેત સિંહ અને અલી ઝફર મુખ્ય કિરદાર નિભાવી રહ્યા છે. જયારે લોકલ ગેંગસ્ટર ‘ભોલી પંજાબણ’ ના રોલમાં રિચા ચઢ્ઢા લોકોને ખૂબ જ પસંદ આવી છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થવા પર સમગ્ર ટીમે કેક કટ કરીને સેલિબ્રેશન કર્યું હતું અને આ અંગેના ફોટા પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. ટૂંક સમયમાં જ ફિલ્મનું ટીઝર અને રિલીઝ ડેટ એનાઉન્સ કરવામાં આવશે.
Recent Comments