fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ માટે મેકર્સની પહેલી પસંદ અનીલ કપૂર નહિ આ સ્ટાર હતા

ડાયરેક્ટર શેખર કપૂરની ફિલ્મો હિન્દી સિનેમામાં દર્શકોના દિલો પર ઉંડી છાપ છોડવા માટે જાણીતી છે. વર્ષ ૧૯૮૭માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ પણ તેની મોટી હિટ ફિલ્મ સાબિત થઇ હતી. અનિલ કપૂરના કરિયર માટે તો આ ફિલ્મ માઇલસ્ટોન સાબિત થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાનો ડંકો વગાડ્યો હતો. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે સુપરસ્ટાર આ ફિલ્મ માટે પહેલી પસંદ ન હતો પરંતુ એક દિગ્ગજ અભિનેતાને ધ્યાનમાં રાખીને આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી હતી. અનિલ કપૂર અને શ્રીદેવીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ વર્ષ ૧૯૮૭માં જ્યારે રિલીઝ થઇ તો ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ કમાણી કરી હતી. ફિલ્મમાં અમરીશ પુરી ખૂંખાર વિલન મોગેંબોના રોલમાં જાેવા મળ્યા હતાં.

આ ફિલ્મમાં તેમના ડાયલોગે તો ઇતિહાસ રચી દીધો હતો. તેમનો એક ડાયલોગ ‘મોગેંબો ખુશ હુઆ’ તો આજે પણ યાદ કરવામાં આવે છે. જાે કે ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે ફિલ્મનું અડધોઅડધ શૂટિંગ થઇ ગયા બાદ અમરીશ પુરીને ફિલ્મમાં સાઇન કરવામાં આવ્યા હતાં. એટલું જ નહીં ખુદ ફિલ્મનો લીડ હીરો અનિલ કપૂર પમ ફિલ્મ માટે પહેલી પસંદ ન હતો. આ વાતનો ખુલાસો ખુદ પ્રોડ્યુસર બોની કપૂરે કર્યો છે. બોની કપૂરે કર્યો ખુલાસોઃ ઇટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં ફિલ્મના પ્રોડ્યુસર બોની કપૂરે જણાવ્યું હતું કે, ૧૯૮૩માં પોતાના ભાઇ અનિલ કપૂરને ‘વો સાત દિન’માં લીડ હીરો તરીકે લોન્ચ કર્યા બાદ તે ફિલ્મના ડાયરેક્ટર બાપૂ સાથે ફરીથી કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં હતાં. તેમણે ‘વો સાત દિન’ બાદ મિસ્ટર ઇન્ડિયાની સ્ટોરી સાંભળી હતી.

જાવેદ અખ્તર સાહેબ, નરેશ ગોયલ અને હું રમેશ સિપ્પીને ડાયરેક્ટર અને અમિતાભ બચ્ચને હીરો તરીકે લઇને મિસ્ટર ઇન્ડિયા બનાવવાની પ્લાનિંગ કરી રહ્યાં હતાં. પરંતુ તેવું શક્ય ન બન્યું…તો એક વાર જ્યારે જાવેદ સાહેબ સાથે હું બેઠો હતો તો કહ્યું, ચાલો આ ફિલ્મ બનાવનીએ. પછીથી અમિતાભના ઇનકાર બાદ ફિલ્મ અનિલ કપૂરને મળી અને બ્લોકબસ્ટર સાબિત થઇ. મસમોટા બજેટમાં બનીને તૈયાર થઇ ફિલ્મઃ પોતાની વાત આગળ વધારતા બોની કપૂરે જણાવ્યું કે, મે તે દરમિયાન આ ફિલ્મ બનાવવાની જવાબદારી પોતે જ ઉપાડી લીધી હતી. તે સમયે જ્યારે ટોપ સ્ટાર્સ વાળી મોટી ફિલ્મ ૧ અને ૧.૫ કરોડ રૂપિયાના બજેટમાં તૈયાર કરવામાં આવતી હતી. મે તે દરમિયાન પાણીની જેમ રૂપિયા વાપરીને ૩ કરોડ અને ૨૦ લાખ રૂપિયામાં ફિલ્મ તૈયાર કરી.

ફિલ્મની રિલીઝ સમયે મને ૮૦ લાખનું નુકસાન થયું. પરંતુ પહેલા વર્ષમાં જ મને પૈસા અને ફેમ બધું જ મળી ગયું હતું. આ જ કારણ છે કે ફિલ્મને આજે પણ યાદ કરવામાં આવે છે. જણાવી દઇએ કે, અનિલ કપૂરે આ ફિલ્મમાં એક એવા સુપરહીરોનું કેરેક્ટર પ્લે કર્યું હતું કે એક બેંડને બાંધતા જ ગાયબ થઇ જાય છે. પરંતુ જ્યારે લાલ લાઇટ તેના પર પડે છે તો તે દેખાવા લાગે છે. ફિલ્મમાં શ્રીદેવીની ખૂબસૂરતીએ લોકોને દિવાના બનાવી દીધાં હતાં. ૩ કરોડ અને ૨૦ લાખ રૂપિયામાં બનેલી આ ફિલ્મનું વર્લ્ડ વાઇડ કલેક્શન ૧૦ કરોડ રૂપિયા હતું. આ ફિલ્મ વર્ષ ૧૯૮૭માં બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ સાબિત થઇ હતી.

Follow Me:

Related Posts