fbpx
બોલિવૂડ

ફિલ્મ રામસેતુના પોસ્ટરથી અભિનેતા અક્ષય કુમાર ફરી ટ્રોલ થયો

અક્ષય કુમાર તેની ફિલ્મ ‘રામ સેતુ’ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અક્ષય સાથે જેકલીન ફર્નાન્ડીઝ ખૂબ જ રસપ્રદ ભૂમિકામાં જાેવા મળશે. આ નવા પોસ્ટરને જાેયા બાદ ફરી એકવાર લોકોએ અક્ષયને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે અક્ષયના હાથમાં મસાલ છે તો પછી જેકલીન ફર્નાન્ડીઝના હાથમાં ઇલેક્ટ્રિક ટોર્ચ શું કરી રહી છે? જ્યારે લોકોએ પોસ્ટરને ધ્યાનથી જાેયું તો તેમને અક્ષય કુમાર હાથમાં મશાલ પકડેલા જાેવા મળ્યા. બીજી બાજુ જેકલીન ઇલેક્ટ્રિક ટોર્ચ પકડીને ઊભી છે. હવે સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરો જાેઈને તર્ક શોધી રહ્યા છે અને પોસ્ટરની મજાક ઉડાવી રહ્યા છે. કેટલાક બોલિવૂડ પર સવાલ ઉઠાવી રહ્યા છે. પોસ્ટર જાેઈને એક યુઝરે લખ્યું, “આજુબાજુ ઘણો પ્રકાશ છે, મહિલાએ પાવરફુલ ઈલેક્ટ્રીક ટોર્ચ પકડી છે, તેમ છતાં તમે ભગવાનના દર્શન કરવા માટે અગ્નિની મશાલ પકડી રહ્યા છો! ફની પોસ્ટર!’

બીજાએ લખ્યું- ‘જેકલીન બેટરીથી ચાલતી ફ્લેશલાઈટ પકડીને ઉભી છે, છતાં અક્ષય કુમાર મશાલનો ઉપયોગ કરીને આસપાસ જાેઈ રહ્યો છે. આ વિગતો દિગ્દર્શકની આંખો વિશે ઘણું કહે છે. બોલિવૂડ પર કટાક્ષ કરતા, એક નેટીઝને લખ્યું, ‘બોલિવૂડમાં જ આવું થાય છે, તમે એક અભિનેતાને જ્યોતની મશાલ પકડીને અને બીજી અભિનેત્રીને તે જ ફ્રેમમાં બેટરી વાળી ટોર્ચ પકડીને જાેઈ શકો છો. ઇૈંઁ તર્ક.’ આ પહેલીવાર નથી જ્યારે ટ્રોલર્સે અભિનેતા પર નિશાન સાધ્યું હોય. અગાઉ, અક્ષય કુમારને પાન મસાલા બ્રાન્ડને સમર્થન આપવા બદલ ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. ‘ખિલાડી કુમાર’ એક પાન મસાલા બ્રાન્ડની જાહેરાતમાં જાેવા મળ્યો હતો, જેના કારણે લોકોનો ગુસ્સો તેના પર ફાટી નીકળ્યો હતો. જાેકે, ટ્રોલિંગ બાદ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી અને ચાહકોની માફી માંગી અને કહ્યું કે તે પ્રોડક્ટને એન્ડોર્સ કરવાનો ર્નિણય પાછો લઈ રહ્યો છે.

Follow Me:

Related Posts