fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ની સ્ટાર કાસ્ટમાં વધુ એક મોટા સ્ટારનું નામ જાેડાયું

‘ગદર ૨’ની બ્લોકબસ્ટર બાદ બોલિવૂડ સુપરસ્ટાર સની દેઓલ તેની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. આ દિવસોમાં ચાહકો તેની ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ની રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર સંતોષી છે અને આમિર ખાન તેને પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ત્રણેય પહેલીવાર એક ફિલ્મ માટે સાથે આવ્યા છે. હાલમાં જ સમાચાર આવ્યા હતા કે પ્રીતિ ઝિન્ટા આ ફિલ્મથી સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહી છે. હવે એ વાત સામે આવી છે કે ફિલ્મમાં વિલનની પણ એન્ટ્રી થઈ છે. ત્યારે જાણો કોણ છે તે એક્ટર જે આ ફિલ્મમાં વિલન બનતો જાેવા મળશે. મેકર્સ ‘લાહોર ૧૯૪૭’ માટે સ્ટાર કાસ્ટને ફાઈનલ કરી રહ્યા છે. હવે આ ફિલ્મમાં વધુ એક મોટા સ્ટારનું નામ જાેડાયું છે. એવા સમાચાર છે કે આ ફિલ્મમાં સૂર્યવંશી ફેમના એક સ્ટારની એન્ટ્રી થઈ છે, જે આ ફિલ્મમાં સની દેઓલ સાથે સ્ક્રીન શેર કરતો જાેવા મળશે. પિંકવિલાના એક અહેવાલ મુજબ, નિર્માતાઓએ ફિલ્મના વિલનનું નામ ફાઈનલ કરી દીધું છે. નિર્માતાઓએ આ રોલ માટે ‘સૂર્યવંશી’ના વિલન અભિમન્યુ સિંહને ફાઈનલ કરી દીધો છે.

રિપોર્ટનું માનીએ તો ફિલ્મની નજીકના એક સૂત્રએ આ અંગે માહિતી આપી છે. સૂત્રએ કહ્યું કે, રાજકુમાર સંતોષીની ફિલ્મોમાં હંમેશા એક મજબૂત વિલન હોય છે, જે સદીઓ સુધી લોકોના મનમાં જીવંત રહે છે. આ વખતે પણ વિલન લાહોર ૧૯૪૭માં જબરદસ્ત એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. ઘણા નામોની તપાસ કર્યા પછી, ડિરેક્ટરે અભિમન્યુ સિંહના નામની પુષ્ટિ કરી છે, જે લાહોર ૧૯૪૭માં સની દેઓલ સાથે ટકરાશે. આ એક મજબૂત પાત્ર છે. તમને જણાવી દઈએ કે હિન્દી સિવાય અભિમન્યુ સિંહે તેલુગુ અને તમિલ ભાષાઓમાં પણ કામ કર્યું છે. તેણે હંમેશા પોતાની ભૂમિકાઓથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. તેણે લક્ષ્ય, વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા, રામ લીલા જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં પોતાના કામથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. તમને જણાવી દઈએ કે એવા પણ અહેવાલો છે કે રાજકુમાર સંતોષીએ ફિલ્મમાં ભૂમિકા માટે યુવા અભિનેતાની પસંદગી કરવા માટે ૩૭ ઓડિશન લીધા છે. સની દેઓલના પુત્ર કરણ દેઓલે પણ ઓડિશનમાં ભાગ લીધો છે. તેણે આ ફિલ્મમાં સની દેઓલના પુત્રના રોલ માટે આ ઓડિશન આપ્યું હતું.

Follow Me:

Related Posts