યશ સાથે કેજીએફ બાદ સંજય દત્તે સાઉથના સુપરસ્ટાર વિજય થલપતિ સાથે ફિલ્મ શરૂ કરી છે. લીઓની પાછલા વર્ષે જાહેરાત થઈ હતી, જેમાં સંજય દત્ત વિલનના રોલમાં હોવાના રિપોર્ટ્સ હતા. સંજય દત્ત અને વિજય થલપતિ પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. તમિલ એક્શન ફિલ્મમાં વિલન ઉપરાંત સંજય દત્ત પિતાનો રોલ પણ કરી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, વિજયના પિતાના રોલમાં સંજય દત્ત જાેવા મળશે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં સંજય દત્ત ખૂંખાર ગેંગસ્ટર છે અને તેમના દીકરાના રોલમાં વિજય થલપતિ છે. વિજય અને સંજય બંને ગેંગસ્ટર છે. તેઓ ભેગા થઈને અંડરવર્લ્ડ પર રાજ કરે છે કે એકબીજાની સાથે ટકરાય છે? તે અંગે ખાસ વિગતો બહાર આવી નથી. વિજયનો રોલ ૪૦ના દસકામાં પહોંચેલા ગેંગસ્ટરનો છે. તે કાશ્મીરમાં સામાન્ય માણસની જેમ શાંતિથી જીવન ચલાવે છે. ગુનાખોરીની દુનિયાથી દૂર રહીને તે ચોકલેટ ફેક્ટરી ચલાવે છે. ડાયરેક્ટર લોકેશન કાનગારાજની આ ફિલ્મમાં કાશ્મીરના અદભૂત લોકેશન્સ અને એક્શન ડ્રામા જાેવા મળશે. પિતા અને પુત્રના આ કેરેક્ટર વચ્ચેનો ટકરાવ ફિલ્મને વધુ રસપ્રદ બનાવશે. જુલાઈ મહિનામાં ફિલ્મનું શૂટિંગ પુરું થવાનો અંદાજ છે. ૧૯ ઓક્ટોબરે તેને પાન ઈન્ડિયા રિલીઝ કરવામાં આવશે. સંજય દત્ત સાથે હોવાના કારણે હિન્દી ઓડિયન્સને ફિલ્મ અપીલ કરી જશે, જ્યારે વિજયના કારણે સાઉથની બોક્સઓફિસ પર મોટો સપોર્ટ મળશે. લીઓની રિલીઝ બાદ લોકેશની ઈચ્છા રજનીકાંતની ૧૭૧મી ફિલ્મ શરૂ કરાની છે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન પૂર જાેશમાં ચાલી રહ્યું છે.
ફિલ્મ ‘લીઓ’માં સંજય દત્ત, વિજય થલપતિના પિતાનો રોલ કરશે

Recent Comments