સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી સામંથા રૂથ પ્રભુની ફિલ્મ ‘શકુંતલમ’ની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. ત્યારે ફેન્સને સરપ્રાઈઝ આપતા મેકર્સે ‘શકુંતલમ’નું હિન્દી ટ્રેલર લોન્ચ કર્યું, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. પૌરાણિક વાર્તા પર આધારિત અને ગુનાશેકર દ્વારા લખાયેલ અને નિર્દેશિત આ ફિલ્મમાં અદભૂત વિએફએક્સ સાઉન્ડટ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મની ભવ્યતાએ લોકોને ‘બાહુબલી’ની યાદ અપાવી. ફિલ્મ ‘શાકુંતલમ’ કાલિદાસના આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલ સંસ્કૃત નાટક ‘અભિજ્ઞાન શકુંતલમ’ પર આધારિત છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ એમ કુલ ૫ ભાષામાં સિનેમા હોલમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં શકુંતલાની ભૂમિકા સમંથા રૂથ પ્રભુ ભજવી રહી છે, તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
તમને જણાવી દઈએ કે ‘શકુંતલમ’ મહાભારતના શકુંતલા અને રાજા દુષ્યંતની ક્લાસિક લવ સ્ટોરી પર આધારિત છે, ફિલ્મમાં આ પાત્રો સામંથા અને દેવ મોહન દ્વારા ભજવવામાં આવ્યા છે. ટ્રેલરની શરૂઆત એક બ્રાહ્મણ સાથે થાય છે જે જંગલમાં ‘શકુંતલા’ નામની બાળકીને શોધે છે અને તેને પોતાની પુત્રી તરીકે દત્તક લે છે. મોટી થઈને, ‘શકુંતલા’ એક સુંદર છોકરી બનીને સામે આવે છે, જેને જંગલના પ્રાણીઓ ખૂબ જ પસંદ કરે છે. ક્યારે થશે રિલીઝ? તે જાણી લો.. પેરુના રાજાની ભૂમિકા ભજવનાર દેવ મોહન શકુંતલાના પ્રેમમાં પડે છે અને બંને લગ્ન કરી લે છે. પરંતુ જ્યારે શકુંતલા ગર્ભવતી બને છે, ત્યારે રાજા દુષ્યંત તેને નકારે છે.
ટ્રેલરમાં આપણે શકુંતલાને પોતોના અને તેના બાળકના અધિકારો માટે લડતા જાેઈ શકીએ છીએ. ટ્રેલરમાં એક ભવ્ય મહેલ જાેવા મળે છે, જે પ્રભાસની ફિલ્મ બાહુબલીની યાદ અપાવે છે. આ ફિલ્મમાં સામંથા, દેવ મોહન, શકુંતલમ ઉપરાંત અલ્લુ અર્હા, સચિન ખેડેકર, કબીર બેદી, ડૉ. એમ મોહન બાબુ, પ્રકાશ રાજ, મધુબાલા, ગૌતમી, અદિતિ બાલન, અનન્યા નાગલ્લા, જિશુ સેનગુપ્તા અને અન્ય કલાકારો છે. આ ફિલ્મ ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં આવશે.
Recent Comments