ફિલ્મ સાલારમાં પ્રભાસનો ડબલ અવતાર
વર્ષ ૨૦૨૨ સુપરસ્ટાર પ્રભાસ માટે સારુ નથી રહ્યું. ૧૧ માર્ચે રિલીઝ થયેલી પ્રભાસની બિગ બજેટ અને મહત્વકાંક્ષી ફિલ્મ ‘રાધે શ્યામ’ કલ્ટ હિટ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની સફળતા નીચે ડૂબી ગઈ હતી અને તેની નિષ્ફ્ળતાએ પ્રભાસને નિરાશ કર્યો હતો. પ્રભાસના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો, પ્રભાસ ટૂંક સમયમાં ફિલ્મ સાલારમાં નજર આવવાનો છે અને આ ફિલ્મમાં પ્રભાસ ડબલ રોલ કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ‘સાલાર’ને ‘કેજીએફ ૨’ ફેમ ડિરેક્ટર પ્રશાંત નીલ ડિરેક્ટ કરી રહ્યા છે અને આ ફિલ્મને ગ્રાન્ડ લૂક આપવા માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવ્યા છે. ફિલ્મમાં એપિક એક્શન દ્રશ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના માટે વીએફએકસનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.’બાહુબલી’ ની આ ફિલ્મમાં બે જુદા-જુદા ટાઈમ પિરિયડની સ્ટોરી છે અને તેમાં તે ડબલ અવતારમાં દેખાશે. ‘સાલાર’ માં પ્રભાસની ઓપોઝીટ શ્રુતિ હસન નજર આવશે. પ્રભાસના ફેન્સ ‘રાધે શ્યામ’ની નિષ્ફ્ળતાને ભૂલીને પ્રભાસની ‘સાલાર’ને સિનેમા પડદે જાેવા ઉત્સુક છે. પ્રશાંત નીલ પાસેથી પણ પ્રભાસને એક મોટી સફળ ફિલ્મની આશા છે. પ્રભાસ તેના સ્ટારડમને ધ્યાનમાં રાખીને અનેક બિગ બજેટ ફિલ્મો કરી રહ્યો છે. જેમાં ઓમ રાઉતની ‘આદિપુરુષ’ અને ‘પ્રોજેક્ટ દ્ભ’ સામેલ છે.
Recent Comments