ફિલ્મ સ્ત્રી ૨ માટે શ્ર્દ્ધા કપૂર અને રાજકુમારએ કેટ્લો ચાર્જ લીધો
કોમેડી હોરર ફિલ્મ સ્ત્રી ૨ થોડા દિવસોમાં જ રિલીઝ થશે. આ ફિલ્મ માટે ચાહકોનો ઉત્સાહ પણ ખુબ જાેવા મળી રહ્યો છે, ૬ વર્ષ બાદ ફિલ્મની સીક્વલ આવી રહી છે. આ ફિલ્મને જાેવા માટે સૌ કોઈ આતુર છે. ચાહકો જાણવા માંગે છે કે, સ્ત્રી ૨ માટે સ્ટાર કાસ્ટે કેટલો ચાર્જ લીધો છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં અનેક મોટા સ્ટાર જાેવા મળશે. જેમાં શ્રદ્ધા કપુરથી લઈ રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી પણ મહત્વના રોલમાં જાેવા મળશે.
પંકજ ત્રિપાઠી હાલમાં મિર્ઝાપુર ૩ને લઈ ચર્ચામાં આવ્યા હતા. તેના ચાર્જને લઈ પણ ખુબ ચર્ચા થઈ છે. સ્ત્રી ૨માં શ્રદ્ધા કપુર અને રાજકુમાર રાવ બંન્ને લીડ રોલમાં છે. ચાહકોને ફિલ્મમાં આ જાેડી પણ ખુબ પસંદ આવી રહી છે.શ્રદ્ધા કપુરે ફિલ્મ માટે અંદાજે ૫ કરોડનો ચાર્જ લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ રાજકુમાર રાવે ફિલ્મ માટે અંદાજે ૬ કરોડનો ચાર્જ લીધો છે. એટલે કે, અભિનેત્રી કરતા ૧ કરોડ વધારે લીધા છે. રાજકુમાર રાવે ફીના મામલામાં શ્રદ્ધાને પાછળ છોડી દીધી છે. અપારશક્તિ ખુરાનાએ ૭ લાખ અને અભિષેક બેનર્જીએ ૫૫ લાખનો ચાર્જ લીધો છે.પંકજ ત્રિપાઠી પોતાની એકટિંગથી ફિલ્મમાં જીવ લાવે છે. ફિલ્મ ‘સ્ત્રી ૨’માં ફરી એકવાર લોકોની નજર પંકજ ત્રિપાઠી પર છે. આ ફિલ્મ માટે તેને ૩ કરોડ રૂપિયાની ફી મળી છે.
Recent Comments