ફિલ્મ ‘સ્પિરિટ’નું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે, ટૂંક સમયમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા છે
પ્રભાસની છેલ્લી બે ફિલ્મોએ અજાયબી કરી હતી. તેણે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે સાચા પાન ઈન્ડિયા સ્ટાર છે. ‘સલાર’ અને ‘કલ્કિ’એ બમ્પર કમાણી કરી હતી. હવે તે પોતાની આગામી ફિલ્મોની તૈયારીમાં વ્યસ્ત છે. તેની પાસે અત્યારે ઘણી મોટી ફિલ્મો છે. આમાંથી એક ફિલ્મ સંદીપ રેડ્ડી વાંગાની ‘સ્પિરિટ’ છે. હાલમાં આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થાય તેવી શક્યતા છે. તેલુગુ ૧૨૩ના રિપોર્ટ અનુસાર, વાંગા ડિસેમ્બરમાં ‘સ્પિરિટ’નું શૂટિંગ શરૂ કરવા માંગે છે. પરંતુ પ્રભાસ પાસે હજુ તારીખો નથી. તેથી, વાંગાએ પ્રભાસ વિના ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના બનાવી છે. તે અન્ય કલાકારો સાથે ડિસેમ્બરમાં ફિલ્મનું પ્રથમ શેડ્યૂલ શરૂ કરી રહ્યો છે. પ્રભાસ આવતા વર્ષે માર્ચમાં શૂટિંગમાં જાેડાશે. આ માટે કોઈ નક્કર કારણ આપવામાં આવ્યું નથી, પરંતુ પ્રભાસનું વ્યસ્ત હોવું મુખ્ય કારણ હોઈ શકે છે.
પ્રભાસ હાલમાં તેની અન્ય બે ફિલ્મોમાં વ્યસ્ત છે. પહેલું છે ‘રાજા સાબ’. હાલમાં તેનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મની રિલીઝ ડેટ ૧૦ એપ્રિલ ૨૦૨૪ રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં પ્રભાસ તેને પ્રાથમિકતા આપી રહ્યો છે. આ સાથે તે ‘ફૌજી’નું શૂટિંગ પણ કરી રહ્યો છે. તેનું શૂટિંગ પણ તાજેતરમાં શરૂ થયું છે. આવી સ્થિતિમાં તેમના માટે ત્રીજી ફિલ્મનું શૂટિંગ કરવું શક્ય નથી. તેણે સંદીપને વચન પણ આપ્યું છે કે તે ‘સ્પિરિટ’ના શૂટિંગ દરમિયાન અન્ય કોઈ પ્રોજેક્ટ નહીં કરે. આ ફિલ્મ પર જ ફોકસ કરશે. તેનું કારણ ‘સ્પિરિટ’ માટે તેનો અનોખો લુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જાેકે, ૫૦૦ કરોડના બજેટમાં બનેલી પ્રભાસની ફિલ્મ એક કોપ ડ્રામા છે. તેમાં કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ હોવાના અહેવાલ છે. વાંગા આ માટે મોટા વિલનની શોધમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે કોરિયન એક્ટર ડોન લી ફિલ્મમાં વિલન બની શકે છે. ચાલો જાેઈએ આગળ શું થાય છે!
Recent Comments