fbpx
બોલિવૂડ

ફિલ્મ ‘હાથી મેરે સાથી’ના રિલીઝ પર દિલ્હી હાઈકોર્ટે રોક લગાવનો કર્યો ઈનકાર

દિલ્હી હાઈકોર્ટે હિન્દી ફીચર ફિલ્મ ‘હાથી મેરે સાથી’ (તમિલમાં ‘કાદન’ અને તેલુગુમાં ‘અરણ્ય’ શીર્ષક)ના રિલીઝ પર રોક લગાવવાની માંગણી કરતી અરજીની સુનાવણી કરતી વખતે રોક લગાવવાનો ઈનકાર કર્યો હતો. આ અરજી ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવી હતી. મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીએ કોઈપણ મીડિયા પ્લેટફોર્મ જેમ કે સિનેમા ગૃહો, ઓટીટી વગેરે પર રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. એવો આરોપ છે કે આ ફિલ્મ વાદીના રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક/બ્રાન્ડ ‘ડીઆરએલ’નું ઉલ્લંઘન કરી રહી છે.

આ ફિલ્મનું દિગ્દર્શન પ્રભુ સોલોમન દ્વારા કર્યું છે અને તેમાં રાણા દગ્ગુબાતી, પુલકિત સમ્રાટ, શ્રિયા પિલગાંવકર, ઝોયા હુસૈન અને વિષ્ણુ વિશાલ છે. દેશના કેટલાક રાજ્યોમાં કોવિડ-૧૯ કેસના વધારાની અસર ફિલ્મ ઉદ્યોગ પર દેખાવા માંડી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં લોકડાઉનના ડરથી ફિલ્મ નિર્માતાઓની ચિંતા વધી ગઈ છે, જેના કારણે ફિલ્મોની રજૂઆતની તારીખ મુલતવી રાખવામાં આવી છે. રાણા દગ્ગુબતીની ફિલ્મ ‘હાથી મેરે સાથી’ બદલાયેલી પરિસ્થિતિનો પહેલો શિકાર બની છે. ફિલ્મની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે. ફિલ્મની નવી રિલીઝ તારીખ હજી નક્કી થઈ નથી.

નિર્માતા કંપની ઈરોસ ઈન્ટરનેશનલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, અમે છેલ્લા એક વર્ષમાં ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થયા છીએ અને પરિસ્થિતિમાં બહુ બદલાવ આવ્યો નથી. જ્યારે આપણે એવું વિચારવાનું શરૂ કરીએ કે બધું પાછું સામાન્ય થઈ રહ્યું છે, ત્યારે કોવિડ-૧૯ના વધતા જતા કેસોએ ફરી ચિંતા ઉભી કરી છે. વર્તમાન પરિસ્થિતિમાં ઈરોસ ઈન્ટરનેશનલે ‘હાથી મેરે સાથી’ની રજૂઆત મોકૂફ રાખવાનો ર્નિણય લીધો છે.

Follow Me:

Related Posts