fbpx
બોલિવૂડ

ફિલ્મ RRRના ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્‌સ રૂ. ૩૨૫ કરોડમાં વેચાયા

બાહુબલી ફેમ ડિરેક્ટર એસ એસ રાજમૌલીની અપકમિંગ પીરિયડ ડ્રામા ફિલ્મ ‘ઇઇઇ’ના ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્‌સની ડીલ આશરે ૩૨૫ કરોડ રૂપિયામાં થઈ છે. રિપોર્ટમાં ફિલ્મ સાથે જાેડાયેલા સૂત્રોને હવાલે લખવામાં આવ્યું, પ્રોડ્યુસર જયંતીલાલ ગડાએ ઝી ગ્રુપને રાઈટ્‌સ ટ્રાન્સફર કર્યા છે. આ ડીલ દરેક ભાષાઓ (હિન્દી, તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાલમ)ના વર્ઝન સહિત થઈ છે. રિલીઝ પછી રાઈટ્‌સના મામલે આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે.
થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે, જયંતીલાલ ગડાના સ્ટુડિયો પેન(પોપ્યુલર એન્ટરટેનમેન્ટ નેટવર્ક) ઇન્ડિયા લિમિટેડે ફિલ્મની દરેક ભાષાનાં ડિજિટલ, સેટેલાઈટ અને ઇલેક્ટ્રિક રાઈટ્‌સ ખરીદ્યા હતા. સાથે જ તેમણે ‘ઇઇઇ’ના હિન્દી વર્ઝનના થિએટ્રીકલ રાઈટ્‌સ પણ ૧૪૦ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. કુલ મળીને આ ડીલ ૪૭૫ કરોડ રૂપિયામાં થઈ હતી.
‘ઇઇઇ’ના મેકર્સે ઓફિશિયલી દરેક પ્રકારના રાઈટ્‌સ વેચી દીધા છે અને આનાથી તેમને ૪૫૦ કરોડ રૂપિયાનો નફો થયો છે. રિલીઝ પહેલાં ફિલ્મનું રેવન્યુ ૮૦૦ કરોડ રૂપિયા આસપાસ આંકી શકાય, જે ઇન્ડિયન સિનેમામાં કોઈ પણ પ્રોડ્યુસરના નામે અત્યાર સુધીનું સૌથી મોટું અમાઉન્ટ છે. રાઈટ્‌સની ડીલ વખતે સ્પષ્ટપણે ચોખવટ કરવામાં આવી છે કે, આ રિલીઝ પછીના સ્ટ્રીમિંગ અને સેટેલાઈટ્‌સ રાઈટ છે અને આ ડાયરેક્ટ ર્ં્‌્‌ રિલીઝ માટે નથી.
રામ ચરણ અને જુનિયર એનટીઆર સિવાય ફિલ્મમાં અજય દેવગણ, શ્રિયા સરન અને આલિયા ભટ્ટ પણ ફિલ્મમાં લીડ રોલમાં છે. આલિયા ભટ્ટે પોસ્ટર શેર કરી લખ્યું હતું, ‘ઇઇઇ’ માટે તૈયાર થઇ જાઓ. ૧૩ ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થશે.’ ફિલ્મ વિશે વાત કરતા પ્રોડ્યુસર ડીવીવી દાનય્યાએ કહ્યું, ‘અમે ‘ઇઇઇ’ના શૂટિંગ શેડ્યુઅલની અંતની નજીક પહોંચી ગયા છીએ અને આ ફિલ્મને દર્શકો સામે લાવવા માટે ઘણા ઉત્સુક છીએ. અમે દર્શકો સાથે થિયેટરમાં દશેરા જેવા મોટા તહેવારને મનાવવા માટે પણ ઘણા ઉત્સુક છીએ.’

Follow Me:

Related Posts