ફિલ્મ ‘The Sabarmati Report’નું ટીઝર રિલીઝ થઇ ગયું
ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની જાહેરાત થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. વિક્રાંત મેસી આ ફિલ્મ સાથે દિલને હચમચાવી દે તેવી સ્ટોરી લઈને ફરી આવી રહ્યા છે. ૧૨ંર કટ્ઠૈઙ્મ બાદથી વિક્રાંત છવાઈ ગયો છે. ત્યારે ધ સાબરમતી રિપોર્ટ સાથે ફિલ્મની વાર્તા ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસમાં બનેલી ઘટના પર આધારિત છે. હવે મેકર્સે ‘ધ સાબરમતી રિપોર્ટ’નું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં દર્શકો માટે એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ એક અલગ અસર છોડવા માટે તૈયાર છે. ‘ધ સાબરમતી રિપોર્ટ’ના ટીઝરમાં ૨૨ વર્ષથી છુપાયેલા અજાણ્યા તત્વોની ઝલક આપવામાં આવી છે.
૨૨ વર્ષ પહેલા સાબરમતી એક્સપ્રેસમાં એક કરુણ ઘટના બની હતી. ટીઝરમાં અભિનેતા વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા દમદાર ભૂમિકામાં બતાવવામાં આવ્યા છે. ત્રણેય મળીને સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિક્રાંતનું પાત્ર કોઈ પણ ભોગે સત્ય દેશની સામે રાખીને લોકોને ઉજાગર કરવાના સંઘર્ષમાં વ્યસ્ત છે. આ ટીઝરની શરૂઆત અયોધ્યા જતી સાબરમતી ટ્રેનમાં બેઠેલા ભક્તોથી થાય છે. આ પછી ટ્રેન પર પથ્થરમારો થતો જાેવા મળે છે. આ પછી તમે રિદ્ધિ અને વિક્રાંતના પાત્રની એન્ટ્રી થાય છે. બંને સમાચાર વિશે વાત કરી રહ્યા છે. અહીંથી ધમાલ શરૂ થાય છે. વિક્રાંત મેસીની સાથે રાશિ ખન્ના પણ પડદા પાછળની વાર્તાનો પીછો કરતી જાેવા મળે છે.
ટીઝરના ડાયલોગ્સ અને વિઝ્યુઅલ્સ તે ઘટનાને ફરી જીવંત કરી રહી છે. ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ ઘણી જબરદસ્ત બનવવામાં આવી છે. ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ના ટીઝર પહેલા મેકર્સે ગોધરા સળગતી ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં વિક્રાંત મેસી હિન્દીમાં સમાચાર વાંચતો જાેવા મળ્યો હતો. અન્ય પાત્રો આને સારું માનતા નથી. નવા ટીઝરમાં પણ તે હિન્દી ભાષા વિશે વાત કરી રહ્યો છે. વિક્રાંત મેસીનું પાત્ર કહે છે – ‘હા, હું હિન્દી વ્યક્તિ છું અને આ દેશમાં મારા જેવા કરોડો છે, જેઓ હિન્દી પણ બોલે છે અને સમજે છે. પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે એક સમય એવો આવશે જ્યારે હિન્દી આપણી ઓળખ બની જશે. અને પછી ૈંદ્ગડ્ઢૈંછ ભારત બનશે. બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના વિભાગ, બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત અને એ વિકીર ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ નિર્મિત, ‘ધ સાબરમતી રિપોર્ટ’ ૩ મે, ૨૦૨૪ના રોજ રિલીઝ થશે. તે રંજન ચંદેલ દ્વારા નિર્દેશિત છે. શોભા કપૂર, એકતા કપૂર, અમૂલ વી મોહન અને અંશુલ મોહન તેના નિર્માતા છે.
Recent Comments