ફૂડ બ્લોગરે સ્વરા ભાસ્કરને બોડી શેમ કહેતા અભિનેત્રીએ વળતો જવાબ આપતી પોસ્ટ વાયરલ
સ્વરા ભાસ્કર પોતાના મનની વાત કોઈને કહેતા ડરતી નથી. તેથી, જ્યારે તાજેતરમાં એક ફૂડ બ્લોગર તેને બોડીએ સેમ કરવાનો પ્રયત્ન કર્યો તો જંગ છેડાઈ ગઈ. ઠ (્ુૈંંીિ) પોસ્ટ કરીને એક બ્લોગરે તેણી વિશે લખ્યુ તો સ્વરા ગુસ્સાથી લાલ થઈ ગઈ અને તેને વળતો જવાબ આપ્યો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બધું ત્યારે થયું જ્યારે એક ફૂડ બ્લોગરે સ્વરાની જૂની અને નવી તસવીરો ઠ (્ુૈંંીિ) પર પોસ્ટ કરી અને તેના દેખાવની સરખામણી કરી. સ્વરા ભાસ્કર બોલીવુડની એ અભિનેત્રી છે, જે સોશિયલ મીડિયા પર દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે, જેના કારણે તેને ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડે છે.
તાજેતરમાં, એક ફૂડ બ્લોગરે તેણીની જૂની અને નવી તસવીરો શેર કરીને અને તેના દેખાવની તુલના કરીને તેને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્વરાએ બ્લોગરને યોગ્ય જવાબ આપ્યો અને વાત કરવાનું બંધ કરી દીધું. ખરેખર, ફૂડ બ્લોગર નલિનીએ સ્વરા ભાસ્કરની તસવીર સાથે તેના વધેલા વજનની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે ‘તે શું ખાય છે?’ આ ટ્રોલરની પોસ્ટનો જવાબ આપતા સ્વરાએ લખ્યું, ‘હું મા બની ગઈ છું, કંઈક સારું કરો નલિની’. ફૂડ બ્લોગર નલિનીએ આ બધું ત્યારે શરૂ થયું જ્યારે અભિનેત્રીએ એક ટિ્વટમાં તેની શાકાહારી જીવનશૈલીને નકારી કાઢી. તેણે લખ્યું, ‘હું સારું કરી રહી હતી, પરંતુ તમે મારી શાકાહારી પોસ્ટ પર નફરત ફેલાવીને મારા રસ્તામાં આવી ગયા. હું નિયમિતપણે શાકાહારને પ્રોત્સાહન આપું છું અને તે પોસ્ટ તેનો એક ભાગ હતો. તમારા પ્રતિભાવે તેને સાંપ્રદાયિક મુદ્દો બનાવી દીધો, તેથી જ મેં તે દિવસે જવાબ આપ્યો ન હતો.
નલિનીએ આગળ લખ્યું- તમારી ફૂડ ચોઈસ તમારી પોતાની છે અને મને તેનાથી કોઈ વાંધો નથી. જાે કે, હું શાકાહારને વ્યક્ત કરવા અને પ્રોત્સાહન આપવા માટે સ્વતંત્ર છું. હા, હું ચુસ્ત શાકાહારી છું અને સમજું છું કે ડેરી અમુક રીતે ક્રૂર હોઈ શકે છે. તેણે આગળ કહ્યું, ‘તમે મારી પોસ્ટને સાંપ્રદાયિક મુદ્દો બનાવી દીધો. તમારા ઘણા ચાહકો છે, તેથી કૃપા કરીને આવી ટિપ્પણી કરતા પહેલા બે વાર વિચાર કરો. તમારા શબ્દો સમાજને પ્રભાવિત કરી શકે છે અને મારા જેવા લોકો માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ‘હું તમારી તસવીરો પોસ્ટ કરીને મારી ભૂલ સ્વીકારું છું અને ટૂંક સમયમાં તેને દૂર કરીશ. આ વાત પર સ્વરા ભાસ્કરનું ફરી જવાબ આપ્યો અને કહ્યું તમે નારાજ થયા કે મેં તમારી શાકાહારી-પ્રભુત્વવાળી પોસ્ટની ટીકા કરી, જે સ્પષ્ટપણે બકરીદ પર મુસ્લિમોને લક્ષ્યમાં રાખતી હતી. બરાબર, પરંતુ, શાકાહાર પર મારી સાથે વાતચીત કરવાને બદલે, તમે વજન વધારવા માટે બાળકને સ્તનપાન કરાવતી માતાને નીચી દેખાડવાનુ શરુ કર્યું ? શું તમે ન્યુટ્રિશનિસ્ટ છો?’
Recent Comments