ફૂલસરમાં રૂ. ૪.૬૯ કરોડના ખર્ચે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનાં કામોનું ખાતમુહૂર્ત કરતા શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી
ભાવનગર શહેરના ફૂલસરમાં રૂ. ૪.૬૯ કરોડના ખર્ચે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનાં કામોનું તેમજ રૂ.૧.૩૦ કરોડના ખર્ચ થી આર. સી. સી રોડના કામોનું ખાતમુહૂર્ત રાજ્ય સરકારના કેબિનેટ શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય માં ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકાર દ્વારા છેવાડાના માનવીની ચિંતા કરી સામાન્ય કે ગરીબ પરિવારના સપનાને હકીકત કરવાનું કામ કરી રહી છે. છેવાડાનાં વિસ્તારનો વિકાસ રોડ, રસ્તા અને ગટર સહિતની સુવિધાનો વિકાસ કરવા કટીબદ્ધ છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે ભાવનગર શહેરનો છેવાડાનો વિસ્તાર પણ હવે વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે. શહેરનાં વિકસિત થયેલા વિસ્તારોની હરોળમાં હવે છેવાડાનો વિસ્તાર પણ ગણાવા લાગ્યો છે. ડ્રેનેજ, પાણી, રોડ રસ્તાની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. આરોગ્યકેન્દ્ર પી. એચ. સી. સેન્ટર જેવી સુવિધા વોર્ડમાં લોકોને મળી રહી છે.
આ તકે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફૂલસરમાં રૂ. ૪.૬૯ કરોડના ખર્ચે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનનાં કામોનું તેમજ રૂ.૧.૩૦ કરોડના ખર્ચ થી આર. સી. સી રોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ તકે મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયા,સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, શહેર ભા. જ. પ.પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડયા તેમજ વોર્ડનાં કોર્પોરેટરશ્રીઓ, આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારનાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments