ફેંગશુઇના આ સરળ ઉપાયો તમને આવશે પળે-પળે કામમાં, નહિં પડે પૈસાની પણ તકલીફ
દરેક લોકો પોતાના ઘરમાં સુખ-સમૃદ્ધિ તેમજ ઘર ખુશીઓથી ભરેલું રહે એમ ઇચ્છતા હોય છે, તેમ છતાં અનેક ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આમ, આ બધી પરિસ્થિતિથી બચવા માટે ફેંગશુઇ સાથે જોડાયેલા કેટલાક ઉપાયો તમે કરી શકો છો જેનાથી તમે સરળતાથી તમારી અનેક સમસ્યાનો સામનો કરી શકો છો. આ ઉપાયોથી તમારું ઘર ખુશીઓથી ભરેલું રહે છે.
- ઘરના ડ્રોંઇગ રૂમના દરવાજાની ડાબી બાજુ 6 છડી વાળું વિન્ડ ચાઇમ લગાવો. આનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે અને સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
- જો તમારા ઘરમાં વારંવાર ક્લેશ થાય છે તો ડ્રોંઇગ રૂમમાં 9 છડી વાળું વિન્ડ ચાઇમ લગાવો. ફેંગશુઇ અનુસાર આનાથી ઘરમાં પોઝિટિવિટી આવે છે અને પારિવારિક સંબંધો મજબૂત થાય છે.
- ફેંગશુઇમાં લાફિંગ બુદ્ધાને શુભ માનવામાં આવે છે. લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવાથી ક્યારે પૈસાની તકલીફ પડતી નથી અને પરિવારમાં સ્નેહ બની રહે છે.
- આમ, જો તમારા ઘરમાં ખરાબ થયેલો સામાન પડ્યો હોય તો તમારે તરત જ આનો નિકાલ કરી દેવો જોઇએ. વાસ્તુ અનુસાર ઘરમાં તૂટેલો કાચ અને ફાટેલું પર્સ ના રાખવું જોઇએ. જો તમે ઘરમાં આ વસ્તુ રાખો છો તો ઘરમાં નાણાંકીય તકલીફ પડે છે અને અનેક આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
- ઘરમાં તૂટેલો સામાન હોય તો ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે અને પરિવારમાં લોકો સાથે ઝઘડા થાય છે. ઘરમાં આ પ્રકારનો સામાન રાખવાથી પતિ-પત્ની વચ્ચે સંબંધોમાં ખટાશ આવવા લાગે છે.
- ઘરના દરવાજાના હેન્ડલમાં સિક્કા લગાવો. આમ, જો તમે ઘરના બધા દરવાજા પર સિક્કા લગાવવા નથી ઇચ્છતા તો તમે ઘરના મેન ગેટ પર પણ આ સિક્કા લગાવી શકો છો. સિક્કા લગાવવાથી ઘરમાં ક્યારે પૈસાની ખોટ નથી પડતી અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે
Recent Comments