ફેટલના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.
ફેટલના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી
પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.
અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ/ફરાર કેદીઓ પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા નાસતા ફરતા આરોપી/ ફરાર કેદીઓ પકડવા ખાસ ઝુંબેશ રાખેલ હોય અને વધુમાં વધુ ગુન્હાના કામે રાજયના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને પકડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા અમરેલી વંડા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૬૧૨૦૦૦૧૩/૨૦૨૦ IPC ક.૩૦૪(અ).૨૭૯ એમ.વી.એકટ ક.૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના કામે છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને વાપી જી,વલસાડ મુકામેથી પકડી પાડેલ.
પકડાયેલ કેદી:
સમશેરસીંગ નિર્મળસીંગ દેઓલ ઉ.વ.૩૦ ધંધો-ક્રેન ચલાવવાનો રહે.ગીલબોબ, તા.બટાણા જી.ગુરૂદાસપુર થાણા- શ્રીહરગોવિંદપુર (પંજાબ) વાળાને તા.૧૬/૦૫/૨૦૨૨ ના રોજ વલસાડ જીલ્લાના વાપી, જી.આઇ.ડી.સી. વિસ્તાર માંથી ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ.
ગુન્હાની વિગતઃ
મજકુર ઇસમ સાવરકુંડલા તાલુકાના વંડા મુકામે ક્રેન ચલાવવાનું કામ કરવા આવેલ હોય અને સને-૨૦૨૦ ની સાલમાં મજકુર ઇસમ બેફીકરાઇથી ક્રેન ચલાવી અકસ્માતમાં એક ઇસમનું મોત નિપજાવેલ જે કામે મજકુર ઇસમ વિરૂધ્ધ વંડા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. થતા મજકુર આજદિન સુધી સદર ગુન્હાના કામે પોલીસથી નાસતો ફરતો હોય અને પોતાના વતન પંજાબ જતો રહેલ હોય.
આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલીના પો.સ.ઇ. શ્રી પી.બી.લક્ડ તથા એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા તથા પો.કોન્સ જીજ્ઞેશભાઇ પોપટાણી, પો.કોન્સ દેવાયતભાઇ ભેડા, પો.કોન્સ નરેશભાઇ લીંબડીયા, પો.કોન્સ. ફારૂકભાઇ પઠાણ નાઓ એ રીતેના પોલીસ જોડાયેલ હતા.
Recent Comments