ફેન્સી નંબરનો ક્રેઝઃ અમદાવાદ આરટીઓમાં કારનો ‘૧’ નંબર ૪.૦૧ લાખમાં વેચાયો
અમદાવાદ આરટીઓ કચેરી ખાતે કારની જૂની સીરિઝ પૂર્ણ થઈ હોવાથી નવી સીરિઝ જીજે-૦૧-ડબલ્યુસીના ચોઈસના નંબરો માટે ઈ-ઓકેશન કરવામાં આવ્યું હતું. જેમાં ૧ નંબરના સૌથી વધુ ૪.૦૧ લાખ ઉપજ્યા હતા. આ ઉપરાંત ૧૧૧૧ નંબરના પણ માટે સૌથી વધુ ૨.૧૭ લાખની બોલી લગાવાઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઓક્શનમાં કુલ ૬૯૮ નંબર અરજદરોને ફાળવવામાં આવ્યા હતા. જે જાેતા લાગે છે લોકોમાં હજી હજી ચોઈસ નંબર મેળવવાનો ક્રેઝ યથાવત છે.
રિપોર્ટ મુજબ ઈ-ઓક્શનમાં મોટાભાગના નંબર બેઝ પ્રાઈઝ પર વેચાયા હતા, જ્યારે અમુક નંબરો પર એક કરતા વધુ દાવેદાર હોવાથી ઓક્શન દ્વારા વધુ બોલી લગાવનારને નંબર ફાળવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કારની નવી સીરિઝ માટે સૌથી વધુ કિંમતે ૧ નંબર વેચાયો હતો. જયદીપ નામના વ્યક્તિએ આ નંબર ઓક્શમાં ૪.૦૧ લાખમાં ખરીદ્યો હતો, જ્યારે બીજા ક્રમે સૌથી મોંઘો ૧૧૧૧ નંબર વેચાયો હતો. આ નંબર ધર્મિષ્ઠાબા નામની વ્યક્તિએ ૨.૧૭ લાખમાં લીધો હોવાનું જાણવા મળ્યું છે.
સિલ્વર અને ગોલ્ડન નંબરની બેઝ પ્રાઈઝમાં વદારો કરાયા બાદ લોકો હવે આ નંબરો સિવાય બાકી રહેલા નંબરોમાંથી પસંદગીનો નંબર મેળવી રહ્યા છે. ફોર વ્હીલર માટે ગોલ્ડન નંબરની કિંમત ૪૦ હજાર અને સિલ્વર નંબરની કિંમત ૧૫ હજાર નક્કી કરવામાં આવી છે. જ્યારે તે સિવાયના બાકી રહેલા નંબરો માટે ૮૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે ટુ-વ્હીલરમાં ગોલ્ડન નંબરના ૮૦૦૦, સિલ્વર નંબરના ૩૫૦૦ અને અન્ય નંબરમાં ૨૦૦૦ નક્કી કરવામાં આવ્યા છે. આમ ચોઈસ નંબરો મેળવવા માટે લોકોમાં હજી ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.
Recent Comments