fbpx
ગુજરાત

ફેબ્રઆરી ર૦ર૩થી શરૂ થનાર જળસંચય અભિયાનને જન અભિયાન તરીકે ઉપાડવા અપિલ કરતા કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી હિરપરા

ગુજરાત સરકાર દ્ધારા છેલ્લા ચાર – પાંચ વષ’થી રાજયમાં જળસંચયની પ્રવરતિ માટે ડેમ, ચેકડેમ,તળાવમાંથી માટીકાપ સ્વ ખચે’ અથવા લોકભાગદારી થી અથવા સરકારશ્રીના ખચે ’ ઉપાડીને ડેમ,ચેકડેમ ને તળાવો ઉંડા ઉતરાવામાં આવે છે. પરીણામે ચોમાસા દરમિયાન પાણીનો સંગ્રહ મોટા પ્રમાણમાં થાય છે. અને જમીની જળ ઉંચા આવે છે. જેના હિસાબે પીવાના પાણી અને ખેતીવાડીમાં પાણીની તંગી નિવારી શકાય છે. જેના હિસાબે ખેતીવાડી અને ગામડા તેમજ શહેરોમાં પીવાના પાણીની તંગી હળવી બની છે. તેમ ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ જણાવ્યું છે.

અગાઉના સમયમાં રાજય સરકાર દ્ધારા એપ્રિલ મહિના થી ” સુજલામ સુફલામ જળ અભિયાન ” શરૂ કરવામાં આવતું હતુ. અને એપ્રિલ અને મે મહિના આમ બે જ મહિના અભિયાન ચાલતુ હોવાથી પુરતી કામગીરી થઈ શકતી નથી. આ ઉપરાંત એપ્રિલ અને મે મહિનામાં ખેડુતોના ખેતીકામ પુરા થઈ જતા હોવાથી ફળદ્ધુપ માટીકામ નો ઉપયોગ થઈ શકતો ન હતો. આથી આ અભિયાન વહેલુ શરૂ કરવા માટે ખેડુતો અને ઈંટોના વ્યવસાય સાથે જોડાયેલા લોકોની માંગણી હતી.

ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ધભાઈ પટેલ દ્ધારા ચાલુ વષે ’ ખેડુતો અન ેસ્વૈચ્છિક સંસ્થાઓની માંગણીઓને ધ્યાનમાં રાખીને રાજય સરકાર દ્ધારા ફેબ્રુઆરી ર૦ર૩ થી અભિયાન શરૂ કરવાનો નિણ’ય કરવામાં આવ્યો છે. આ નિણ’યને ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા દ્ધારા આવકારેલ છે. તેમજ ગુજરાતમાં જળસંચય ક્ષેત્રે કાય’રત સંસ્થાઓ તેમજ દાતાઓએ આ અભિયાનને જન અભિયાન તરીકે ઉપાડીને રાજયમા લોકભાગીદારીથી ડેમ,ચેકડેમ, તળાવ માંથી માટીકાપ ઉપાડવા માટ આગળ આવવા અપીલ કરી છે. રાજય સરકાર દ્ધારા કરવામાં આવેલા નિણ’ય બદલ રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ધભાઈ પટેલ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ રાજયના કરષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર વ્યકત ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરા એ કરેલ છે.

Follow Me:

Related Posts