fbpx
બોલિવૂડ

ફેમસ બોલ્ડ એક્ટ્રેસ રેખાનો જન્મદિવસ પર જાણીએ રસપ્રદ વાતો

હિન્દી ફિલ્મોની ફેમસ બોલ્ડ એક્ટ્રેસ રેખાનો આજે બર્થ ડે છે. ૧૦ ઓક્ટોબર ૧૯૫૪ના રોજ ચેન્નઇમાં જન્મેલી રેખા એટલે કે ભાનુરેખા ગણેશને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ મૂવી રંગુલા રતલામથી કરી હતી. તેની પહેલી હિન્દી ફિલ્મ અંજાના સફર ૧૯૬૯માં રીલીઝ થઇ હતી, પરંતુ એક્ટર બિશ્વજીત સાથે તેના ૫ મિનિટ સુધી ચાલેલા કિસિંગ સીનના કારણે આ ફિલ્મને રીલીઝ ન કરવામાં આવી. આ ફિલ્મમાં રેખા માત્ર ૧૫ વર્ષની હતી. એક રોમેન્ટિક સોન્ગના શૂટિંગ દરમિયાન ફિલ્મના સેટ પર એક્શન બોલતા જ બિશ્વજીત રેખાને હોઠો પર ચૂમવા લાગે છે અને આ સિલસિલો આગામી ૫ મિનિટ સુધી ચાલતો રહ્યો. સગીર રેખાને આ સીનનો જરાં પણ ખ્યાલ ન હતો. તે ત્યાં જ રડવા લાગી.

આ પ્રકારનો તેને પહેલો અનુભવ હતો. પછીથી એક્ટરે તેને જણાવ્યું કે ડાયરેક્ટર રેખાના અસલી ફેસ એક્સપ્રેશન લેવા માગતા હતા, પરંતુ આ સીનના પગલે સેંસર બોર્ડે ફિલ્મની રીલીઝ ન થવા દીધી અને આ રીતે રેખાની પહેલી જ હિન્દી ફિલ્મ થિયેટર સુધી ન પહોંચી શકી. ૧૦ વર્ષ બાદ આ ફિલ્મને અન્ય નામે (દો શિકારી) રીલીઝ કરવામાં આવી. તે પછીના વર્ષોમાં રેખાએ ફિલ્મોમાં એવા બોલ્ડ અને ઇન્ટીમેટ સીન આપ્યા, જેને જાેઇને દર્શકો પણ શરમાઇ ગયા. ૧૯૯૬માં રીલીઝ થયેલી ફિલ્મ ખિલાડીયોં કે ખિલાડીમાં રેખાએ પોતાનાથી ૧૩ વર્ષ નાના એક્ટર અક્ષય કુમાર સાથે એવા ઘણા ઇન્ટીમેટ સીન આપ્યા હતા.

આ દરમિયાન બેડરૂમ અને પુલના ઇન્ટિમેટ સીન દરમિયાન રેખા બેકાબૂ બની ગઇ અને અક્ષય કુમારની પીઠ પર તેના નખના ઉઝરડાં પડી ગયા. તે સમયે રેખા ૪૨ની, જ્યારે અક્ષય ૨૯ વર્ષનો હતો. ફિલ્મમાં બંનેના આટલા બોલ્ડ સીન જાેઇને ત્યાં હાજર દરેક વ્યક્તિ મોઢામાં આંગળા નાંખી ગયા હતા. આ ફિલ્મમાં પહેલીવાર રેખા નેગેટિવ કેરેક્ટરમાં જાેવા મળી હતી. આ ફિલ્મને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો અને તે વર્ષે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં સામેલ થઇ. ફિલ્મમાં અક્ષય કુમાર અને રેખા ઉપરાંત રવીના ટંડન પણ મુખ્ય ભૂમિકામાં હતી.

Follow Me:

Related Posts