બોલિવૂડ

ફેમસ સિંગર રાજુ પંજાબીનું નિધન થયું, લાંબા સમયથી બીમાર હતા

હરિયાણાના ફેમસ સિંગર રાજુ પંજાબીનું મંગળવારના રોજ નિધન થયુ છે. લાંબા સમયથી બીમાર રાજુ હોસ્પિટલમાં દાખલ હતા. જાણકારી અનુસાર સવારના ૪ વાગ્યાની આસપાસ છેલ્લા શ્વાસ લીધા. નિધનના સમાચારથી મનોરંજન જગતમાં અનેક લોકોને આઘાત લાગ્યો છે. સિંગર રાજુ પંજાબી ૪૦ વર્ષના હતા. રાજુને કમળો થયો હતો. આ કારણે છેલ્લા ૧૦ દિવસથી હોસ્પિલમાં દાખલ હતા. સુત્રોના જણાવ્યા અનુસાર લીવર અને ફેફસામાં ઇન્ફેક્શન થઇ ગયુ હતુ, જેના કારણે તબિયત વધારે બગડી હતી. રાજુને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, પરંતુ મંગળવારના રોજ દુનિયાને અલવિદા કહી દીધું. રાજુના અચાનક નિધનથી પરિવાર દુખી છે. આ સાથે ફેન્સને પણ નિરાશ કરી દીધા છે.

હરિયાણા મ્યુઝિકલ ઇન્ડસ્ટ્રીમાં પણ આ સમાચારથી લોકો દુખી થઇ ગયા છે. રાજુના અંતિમ સંસ્કાર રાવતસર ખેડામાં કરવામાં આવશે. જાે કે હાલમાં અનેક પ્રશંસકો અને પરિવારજનોં રાજુના ઘરે પહોંચી ગયા છે. રાજુ માત્ર હરિયાણામાં જ નહીં, પરંતુ પંજાબ જેવા અનેક શહેરોમાં ખૂબ ફેમસ હતા. રાજુ હરિયાણાનો ફેમસ જાણીતો ચહેરો છે. રાજુના ફેમસ ગીતો આજની યંગ જનરેશન ખૂબ પસંદ પડતા હતા. આ સાથે સપના ચૌધરી સાથે પણ ખૂબ ફેમસ થયેલા હતા. દેસી દેસી સિવાય રાજુના સેન્ડલ સોલિડ બોડી, તુ ચીઝ લાજવાબ, ઠાડા ભરતાર, સ્વીટી જેવા અનેક ગીતો ખૂબ લોકપ્રિય હતા.

Related Posts