રાષ્ટ્રીય

ફેમ મેળવવા માટે લોકો કઈ હદે જઈ શકે છે તેવી ઘટના પણ સામે આવી

આજકાલ રીલ્સનો જમાનો છે, સોશિયલ મીડિયા પર રીલ્સ વાયરલ કરવા અને લાઈક્સ મેળવવા માટે લોકો જાણે કોઈ પણ હદે જતા હોય છે. કેટલાક લોકો તો રીલ્સના ચક્કરમાં જીવ પણ ગૂમાવી ચૂક્યા છે. સેલ્ફી, રીલ્સ બનાવવા માટે પાટા પર ઊભા રહી જાય, પહાડની ટોચ પર પહોંચી જાય, નદી વચ્ચે પહોંચી જાય. આવા બનાવો આજકાલ અવારનવાર સામે આવે છે. ક્યારેક તો રીલ્સ બનાવવાની એવી ધૂન ચડે છે કે માન મર્યાદા બધુ ભૂલી જાય છે.

સોશિયલ મીડિયા પર એક એવો વાયરલ વીડિયો પણ ધ્યાનમાં આવ્યો છે જેને જાેતા લોકો હચમચી ગયા છે કે આ શું છે વળી? એક વીડિયોએ સોશિયલ મીડિયાને હલાવી દીધુ છે. નવ પરિણીત કપલે પોતાની સુહાગરાતનો એક વીડિયો બનાવીને શેર કર્યો છે. આ વીડિયો જાેઈને એમ લાગે કે ફેમ મેળવવા માટે લોકો કઈ હદે જઈ શકે છે. આ વીડિયોની ટીકા પણ થઈ રહી છે કે ઘણા લોકો તેને ધૃણાસ્પદ, અસભ્ય પણ ગણાવી રહ્યા છે. પ્રચારનું ભૂત સવાર છે, આ તો હદ થઈ ગઈ, માન મર્યાદા જેવું કઈ નથી, આપણી સંસ્કૃતિ ક્યાં જઈ રહી છે, આને જાેતા પહેલા મારી આંખો કેમ ન ફૂટી ગઈ? આવી આવી કમેન્ટ્‌સ પણ આવી રહી છે. કેટલાક લોકોએ કહ્યું કે જાે દેખાડવું જ હતું તો આખો વીડિયો કેમ ન નાખ્યો? બધુ મળીને આ વીડિયો છેલ્લા કેટલાક સમયથી વાયરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ તેની ચર્ચા પણ ખુબ કરી રહ્યા છે.એવું પણ જાણવા મળેલું છે જેમાં આ વીડિયો ગત વર્ષ ૨૦૨૩ની ૨૫ જાન્યુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર ટ્ઠિેજરૈટ્ઠિરેર્ઙ્મકકૈષ્ઠૈટ્ઠઙ્મ_ દ્વારા શેર કરાયો હતો

Related Posts